બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bafbrcxcn9xj3qjn/" left="-10"]

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનું આયોજન


સહાયક માહિતી નિયામકશ્રી શૈલેષકુમાર બલદાણીયાના હસ્તે તાલીમ લઈ રહેલ વિધ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયું

મહીસાગર આરસેટી દ્વારા જિલ્લામાં ફોટોગ્રાફીમાં રસ ધરાવતા યુવાઓ આત્મનિર્ભર થઇ શકે તેવા ઉદ્દેશ સાથે 30 તાલીમાર્થીઓ માટે હાલમાં 30 દિવસની નિ:શુલ્ક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ યોજાઈ રહી છે. જે અંતર્ગત આજરોજ સહાયક માહિતી નિયામકશ્રી શૈલેષકુમાર બલદાણીયાના અધ્યક્ષ સ્થાને અને આરસેટીના ડાયરેકટર વિશાલ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

છત્તીસગઢથી આવેલા માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા દ્વારા આ તાલીમમાં ટ્રેડીશનલ ફોટોગ્રાફી. ફિલ્મમેકિંગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ,એડવર્ટાઇઝિંગ, સ્ટીલ ફોટોગ્રાફી, ડી.એસએલઆર ફોટોગ્રાફી સહીત ફોટોગ્રાફીના વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે.

આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી શૈલેષકુમારે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આજનો યુવા એ આવતી કાલનું ભવિષ્ય છે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે યુવાઓનું યોગદાન અમૂલ્ય છે. આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ટ્રેનિંગ થકી તેઓ પોતાનું ભવિષ્ય બનાવી આગળ વધે તેવી સુભકામનાઓ તેમણે પાઠવી હતી. વધુમાં તેમણે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેમણે ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી થશે તે અંગે વિધ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા સહિત આરસેટીના સ્ટાફ અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]