રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ૩ સામખિયાળી ખાતે કેમ્પ નું આયોજન થયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qsrardtdupxrqllq/" left="-10"]

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ૩ સામખિયાળી ખાતે કેમ્પ નું આયોજન થયું


સામખિયાળી પી.એચ.સીના સબ સેન્ટર સામખિયાળી ૩ ના વિસ્તારની આંગણવાડી કેન્દ્ર નંબર 3 ખાતે એડોલેસન હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ તેમજ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે નું આયોજન કરવામાં આવ્યું .
તાલુકા આરોગ્ય અધિકારી ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સી સામખિયાળી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની ના માર્ગદશન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ર્મ યોજવા માં આવ્યો.જેમાં તાલુકા સુપરવાઇઝર દીપકભાઈ દરજી, મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર કૌશિકભાઇ સુતરીયા, પીએચસી ફિમેલ સુપરવાઇઝર કેતનાબેન,કિશોરસ્વાસ્થ્ય સલાહકાર કિરેન કુમાર પાતર, સી.એચ.ઓ કીનલબેન , ફિમેલ હેલ્થ વર્કર મનીષાબેન , આશાબેનો તેમજ આંગણવાડી કેન્દ્રના વર્કરબેન, હેલ્પર બેન અને કિશોરીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી આપી અને આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપવામાં આવી તેમજ દરેક કિશોરીઓનું વજન , ઊંચાઈ, લોહી ની તપાસ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્ર્મ માં તમામ કિશોરીઓને નાસ્તો આપવામા આવ્યા હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]