બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોયે મતદાન કર્યું - At This Time

બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોયે મતદાન કર્યું


આકરાં તાપમાં પણ બોટાદવાસીઓનો મતદાન માટેનો જુસ્સો કાબિલેદાદ છે

બોટાદવાસીઓને અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કરતાં કલેક્ટર ડો. જીન્સી રોય

બોટાદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોયે મતદાન કર્યું હતું આકરાં તાપમાં પણ બોટાદવાસીઓનો મતદાન માટેનો જુસ્સો કાબિલેદાદ છે તેવું જણાવી કલેક્ટરએ મતદાન મથક પર ફરજપરસ્ત તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ગરમીને કારણે મતદાન મથકો પર કૂલર, પંખા, ઠંડા પાણીની વ્યવસ્થા સાથે બાળકોને લઇને મતદાન માટે આવતાં મહિલાઓની સુવિધા માટે મથક ખાતે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ બોટાદવાસીઓને અવશ્ય મતદાન કરવા કલેક્ટરએ અપીલ કરી હતી લોકશાહીના પર્વમાં ભાગીદારી દાખવવા કલેક્ટરએ તમામ બોટાદવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.