બોટાદમાં 103 વર્ષનાં દાદા વગર લાકડીનાં ટેકે પહોંચ્યા મતદાન મથકે - At This Time

બોટાદમાં 103 વર્ષનાં દાદા વગર લાકડીનાં ટેકે પહોંચ્યા મતદાન મથકે


યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિ સાથે મતદાનને લઈ અનેરો ઉમંગ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત બોટાદ જિલ્લાના મતદારોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો લોકશાહીના અવસરમાં જીવનની સંધ્યાએ પહોંચેલા બોટાદ જિલ્લાના 103 વર્ષનાં ત્રિકમદાદા હડિયલે યુવા મતદારોને મતદાન કરવા માટે અનોખી પ્રેરણા પુરી પાડી હતી મતદાન કર્યા બાદ દાદા ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને તેમના ચહેરા ઉપર મતદાન કર્યાનું ગૌરવ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું સદી વટાવી ચૂકેલા દાદા વગર લાકડીનાં ટેકે દમદાર સ્ફુર્તિ સાથે મતદાન મથકે આવ્યા હતા અને મતદાન થકી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.