બોટાદ જિલ્લાના થર્ડ જેન્ડર મતદાર ઉત્સાહભેર લોકશાહીનાં અવસરમાં બન્યા સહભાગી - At This Time

બોટાદ જિલ્લાના થર્ડ જેન્ડર મતદાર ઉત્સાહભેર લોકશાહીનાં અવસરમાં બન્યા સહભાગી


આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ભાવનગર લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે કોઇ નાગરિક મતદાન કરવાથી વંચિત ન રહે અને વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે આ લોકશાહીના આ અવસરમાં થર્ડ જેન્ડર મતદાતાએ પણ પોતાનો મત આપીને લોકશાહીનાં પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. ગઢડા ખાતેથી થર્ડ જેન્ડર મતદાતાએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ તેઓ અન્યોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, “લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવું જોઇએ. નાગરિક તરીકે મતદાન કરવું તે આપણાં સૌની નૈતિક ફરજ છે.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.