( ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ) સતત ૨૫ વર્ષથી ચાંદોદ થી શેરડી પગપાળા જતાં ૫૦ જેટલા સાઈ ભક્તોનાં પદયાત્રા સંઘનું પ્રસ્થાન - At This Time

( ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ) સતત ૨૫ વર્ષથી ચાંદોદ થી શેરડી પગપાળા જતાં ૫૦ જેટલા સાઈ ભક્તોનાં પદયાત્રા સંઘનું પ્રસ્થાન


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ચાણોદ થી શેરડી પદયાત્રા સંઘ છેલ્લા ૨૪ વર્ષથી અવિરત પગપાળા યાત્રા કરી દર્શનાર્થે શેરડી જતાં હોય છે. આજે ૨૫-માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી તેઓ ચાંદોદ થી શેરડી પદયાત્રા જવા માટે ૫૦ જેટલા સાઈ ભક્તો પ્રસ્થાન કરી રહ્યા છે. આ પદ યાત્રા સંઘ દ્વારા ત્રણ દિવસ શ્રી સાઈ સત ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના વક્તા શ્રી તુષારજી મહારાજ (વલસાડ) વાળાના સુમધુર કંઠે યોજવામાં આવેલ કાર્યક્રમની ગઈકાલે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પૂર્ણાહુતિમાં ડભોઇ - દર્ભાવતિ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને નર્મદા જિલ્લાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ધી બરોડા કોપરેટીવ સેન્ટ્રલ કો ઓપરેટિવના બેન્કના ચેરમેન અતુલભાઇ પટેલ, નર્મદા જિલ્લાના ભક્ત જીતેન્દ્રભાઈ રાઠોડ બાપુ, વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ) સહિતનાં આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંઈ ભક્તોએ સાઈબાબાની આરતી કર્યા બાદ નગરમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી .આજે બપોરે બે કલાકે આ પદયાત્રા સંઘે ચાંદોદ માંડવા સહિત આસપાસના ગામના ૫૦ જેટલા સાઈ ભક્તો ચાંદોદ થી શેરડી જવા પ્રસ્થાન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.