ગરબાડા માં ભેળસેળ યુક્ત નશીલી હાનિકારક તાડીનું વેચાણ યથાવત. - At This Time

ગરબાડા માં ભેળસેળ યુક્ત નશીલી હાનિકારક તાડીનું વેચાણ યથાવત.


મધ્ય પ્રદેશમાંથી દરરોજ મોટર સાયકલો પર મોટી માત્રામાં હાનિકારક તાડી ના કેન લઈ જવાતા હોય છે

ગરબાડા તાલુકો મધ્ય પ્રદેશની સરહદ નજીક આવેલ છેવાડાનો તાલુકો છે જ્યાંથી દરરોજ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ તેમજ હાનિકારક તાડી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે ગરબાડા માં વહેલી સવારે બાઈક ચાલકો સવારના સમયે બાઈક ઉપર બાંધી નશીલી કેમિકલ યુક્ત તેમજ લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી ભેળસેળ યુક્ત તાડિ ખુલ્લેઆમ રોડ પર લઈ જતા નજરે પડે છે જો કે તાડીના નામે વેચાણ માટે લાવવામાં આવતી તાડીમાં હાનિકારક કેમિકલ તેમજ નશીલી દવાઓ યુક્ત તાડી પીવાથી આગામી દિવસોમાં લઠા કાંડ જેવી પણ સ્થતિ સર્જાય તેવી સ્થિતિ સ્થાનિક લોકો સેવી રહ્યા છે તેમજ શાળાઓની નજીક ના વિસ્તારો તેમજ રોડ ઉપર ખુલ્લેઆમ તાડીનો વેપલો ચાલતો હોવાથી વિદ્યાર્થીઓ પણ નશાને રવાડે ચઢતા હોય છે જેના કારણે ભારતનું યુવાધન નશાના મુખમાં ધકેલાઈ રહ્યું છે.આ બાબતે ગરબાડા પોલીસને અનેકવાર જાણ કરવા છતાં પણ ભેળસેળ યુક્ત હાનિકારક તાડીનું વેચાણ યથાવત જોવા મળી રહ્યું છે. હાલમાં ગરબાડા તાલુકામા માત્ર તાડી નહિ પરંતુ દારૂનું દૂષણ પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે ગરબાડા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. ગરબાડા પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહક બની રેઇડ કરે તો દારૂનું દૂષણ દૂર થાય તેમ છે. સ્થાનિક લોકો દ્વારા તાડી ના નામે વેચાતું કેમિકલ યુક્ત સ્વાસ્થ્ય માટે હાનીકારક તાડિનું વેચાણ સદંતર બંધ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.