કડાણા તાલુકાની સરસડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

કડાણા તાલુકાની સરસડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડી ગામે શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ સાથે ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી જેમાં આજરોજ સરસડી પ્રાથમિક શાળા માં સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિના આઠ વાગ્યાથી સરસડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા ગેમાભાઈ ભુરાભાઈ પટેલીયા જે( પૂર્વ સંતરામપુર તાલુકાના તાલુકા પ્રમુખશ્રી) ના અધ્યક્ષ સ્થાને તેમજ કડાણા તાલુકાના બીટ કેળવણી નિરીક્ષક શ્રી ચમાર વેચાતભાઈ ડી . સરસડી શાળાના માજી શિક્ષક શ્રી કાનાભાઈ સાહેબ ગામના નિવૃત્ત કર્મચારી સિંચાઈ વિભાગ એસ બી પટેલીયા સાહેબ તેમજ સરસડી ગામના પૂર્વ સરપંચના પ્રતિનિધિ બાબુભાઈ ગામના તમામ આગેવાનો આમંત્રિત મહેમાનો અને ખૂબ મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહી રંગારંગ કાર્યક્રમ સાથે શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાન શ્રી ઓએ કેક કાપી અને શાળા સ્થાપના દિનની ઉજવણી કરી અને શાળાના બાળકોએ વિવિધ પ્રકારના નાટકો એકપાત્ર અભિનય, ગરબા, ગુજરાત ગૌરવ ગાન, તેમજ આદિવાસી વિસ્તારમાં આવેલ સરસડી પ્રાથમિક શાળાના બાળકોએ સ્થાનિક લોક બોલી અને લોકપ્રસિદ્ધ એવી ટીમલી મોરના પીછે વાગે ઘુઘર, તેમજ આદિવાસી નૃત્ય , આદિવાસી સંસ્કૃતિ મુજબ રજુ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામપુરના પૂર્વ પ્રમુખશ્રી અને હાલના ગામના સરપંચ શ્રી એવા ગેમાભાઈ ભુરાભાઈએ શાળા સ્થાપના દિન નિમિત્તે શાળાના તમામ બાળકો શાળામાં હાજર રહે તે માટે ઉપસ્થિત તમામ વાલીઓને આગ્રહ કરવામાં આવ્યો હતો અને શાળાના તમામ શિક્ષકશ્રીઓ આચાર્યશ્રી અને ગામના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શાળા સ્થાપનાની ઉજવણીમાં ખૂબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળા ના ભૂતપૂર્વ શિક્ષક કાના સાહેબે 11,111 રૂપિયા નું પ્રોત્સાહક ઈનામ અને ગામ ના બીજા આગેવાનો એ પણ મોટી સંખ્યા માં બાળકો ને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું જે તમામ નો શાળા પરિવાર તરફ થી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ગામ ના સરપંચ શ્રી એ શાળા ના તમામ શિક્ષકો ની કામગીરી ને બિરદાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.