બોર્ડના પરિણામમાં 12 સાયન્સમાં લેવાતી ગુજકેટની પરીક્ષામાં આસ્થા સાયન્સ સ્કૂલમાં ભણતો કમળાપુર ગામનો મકવાણા પિયુષની ઝળહળતી સફળતા - At This Time

બોર્ડના પરિણામમાં 12 સાયન્સમાં લેવાતી ગુજકેટની પરીક્ષામાં આસ્થા સાયન્સ સ્કૂલમાં ભણતો કમળાપુર ગામનો મકવાણા પિયુષની ઝળહળતી સફળતા


જસદણની નામાંકિત એવી શ્રી આસ્થા સાયન્સ સ્કૂલમાં જાહેર થયેલા બોર્ડના પરિણામમાં 12 સાયન્સમાં લેવાતી ગુજકેટની પરીક્ષામાં કમળાપુર ગામના મકવાણા પિયુષ દિનેશભાઇએ ઝળહળતી સફળતા મેળવી છે. જેઓએ 120 માર્ક્સમાંથી 110 માર્ક્સ B ગ્રુપમાં મેળવી જસદણ તાલુકામાં અવવલ નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેઓ આસ્થા સાયન્સ સ્કૂલમાં જ તૈયારી કરી NEET માં પણ 550+ માર્ક્સ મેળવી MBBS માં એડમીશન મેળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જેઓ નું કહેવું છે કે આ પરિણામ માટે તેમના દાદા-દાદી, માતા પિતા, શાળાની અનુભવી શિક્ષકોની ટીમને શ્રેય જાય છે. જેઓ નું માનવું છે જો યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનત હોય તો જસદણ શહેર માં ભણી ને પણ સપનાઓ સાકાર કરી શકાય છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.