કેશોદ પોલીસ માટે થર્ટી ફર્સ્ટ આગામી બે દિવસ અગ્નિ પરીક્ષા દારૂનો વેપલો સાબિત થશે??? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qniev8zajmjnlr7m/" left="-10"]

કેશોદ પોલીસ માટે થર્ટી ફર્સ્ટ આગામી બે દિવસ અગ્નિ પરીક્ષા દારૂનો વેપલો સાબિત થશે???


૩૧  ડીસેમ્બર થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે તાલુકા જીલ્લા મથકો સહીત રાજ્યભરમાં પાર્ટીઓ મનાવવામાં આવેછે અસંખ્ય કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયછે

 ત્યારે કેશોદ તાલુકામાંથી પણ  દર વર્ષે ૩૧ ડીસેમ્બર થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે એકાદ ડઝન જેટલા લોકો  કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયછે ત્યારે એમની સામે કેસ કરીને કામગીરી બતાવવામાં તો આવેછે પણ એ પછી પરિસ્થિતિ યથાવત રહેશે જે પીધેલી હાલતમાં ઝડપાયાછે તે ક્યાંથી લાવ્યા કોણ સપ્લાયરછે એ ક્યાંથી મંગાવેછે એના થડ સુધી ક્યારેક પહોંચવામાં આવેછે? કેશોદ શહેર તાલુકામાં જો દારૂના ધંધાર્થીઓ જ ન હોય તો દારૂ ક્યાંથી આવેછે? આવેછે તો કેટલા બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેછે? પીધેલી હાલતમાં અસંખ્ય લોકો ઝડપાયછે જેની સામે કેટલા બુટલેગરો ઝડપાયછે? તે જોવાનું રહ્યું પણ હાલ ૩૧ ડીસેમ્બર થર્ટી ફર્સ્ટના બે દિવસ બાકી હોય ત્યારે કેશોદમાં શું પરિસ્થિતિ જોવા મળશે તે આવનારો સમય જ બતાવશે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]