ઈડર એસ.ટી ડેપો ખાતે ત્રણ નવી બસોનું લોકાર્પણ કરવામા આવ્યુ હતુ - At This Time

ઈડર એસ.ટી ડેપો ખાતે ત્રણ નવી બસોનું લોકાર્પણ કરવામા આવ્યુ હતુ


જનસત્તા ઈડર, તા. ૭ સાબરકાંઠા જીલ્લાના ઈડર એસ.ટી ડેપો ખાતે તારીખ ૭ જાન્યુઆરી ૨૦૨૪ ના રવિવારના રોજ લાંબા રૂટની નવીન ત્રણ બસોનું લોકાર્પણ ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલના

વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ઈડર એસટી ડેપો મેનેજર હાર્દિક સગરે જણાવ્યું હતું કે નવીન બસોમાં ઈડર થી જૂનાગઢની બે બસો તેમજ ઈડર થી વડોદરા એક બસ ચાલુ કરવામાં આવી છે અને આ લાંબા અંતરની બસો ચાલુ કરવા ઘણા લોકોએ રજૂઆત કરી હતી જેથી મુસાફરોને આ સ્થળો

પર અવર જવર કરવામાં સરળતા રહે અને હજારો મુસાફરોને સીધો લાભ લેશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ઈડર ભાજપ અગ્રણી અશ્વિન પટેલ,જીલ્લા સદસ્ય અનસુયાબેન ગામેતી, હિમાંશુ નિનામા, જીવણભાઈ પટેલ, રાજેશ પરમાર, વિનોદ પરમાર, પ્રફુલ મિસ્ત્રી વિગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.