ગાંગરડી ગામે કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pygxwn9e8bxoat9n/" left="-10"]

ગાંગરડી ગામે કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો.


ઉતરાયણના પર્વ દરમ્યાન કાચના પાવડરનો ઉપયોગ કરી તૈયાર કરેલ પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી/માંઝાને કારણે માનવ/પશુ/પક્ષીઓને ઇજા પહોંચવાના તથા મૃત્યુ થવાના અનેક બનાવો બને છે જેથી આવી ચાઇનીઝ દોરી ગેર કાયદેસર રીતે વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેર કાર્ય વાહી કરવા માટે પોલીસ સતર્ક બની છે ત્યારે ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે. એલ પટેલ તથા પોલીસ સ્ટેશનના બીજા સ્ટાફના માણસો સાથે ચોક્કસ બાતમી આધારે ગાંગરડી ગામે કરીયાણાની દુકાન ચલાવતા પંકજકુમાર ચંન્દ્રવદન શાહની દુકાનમા પંચો સાથે ઝડતી તપાસ કરતા તેની દુકાનમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી મળી આવતા પંકજકુમાર ચંદ્રવદન શાહ વિરુધ્ધમા કાયદેસર ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]