માળીયા હાટીનામાં ભવ્ય હર ધર તિરંગા યાત્રા યોજાણી - At This Time

માળીયા હાટીનામાં ભવ્ય હર ધર તિરંગા યાત્રા યોજાણી


માળીયા હાટીના શહેર રંગાયુ રાષ્ટ્રભક્તિ રંગ

માળીયા હાટીના માં તિરંગા યાત્રા ડી.ઝે.માં દેશ ભક્તિ ગીતો સાથે લાંબી તિરંગા યાત્રા યોજાણી

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75માં વર્ષે દેશમાં એકતાનું લહેર જાગી છે. માળીયા હાટીના તાલુકામાં ઘરેઘરે , દુકાને દુકાને, ઓફિસો માં તિરંગા લહેરાયા છે ત્યારે આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે.

આ તિરંગા યાત્રા માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતેથી આ યાત્રાનો પ્રારંભ સંસદ રાજેશ ચુડાસમા એ કરાવ્યો હતો આ તિરંગા યાત્રા રેલ્વે સ્ટેશનથી મહારાણા પ્રતાપસિંહજી ચોક મહારાણા પ્રતાપસિંહજીને મહાનુભવો દ્વારા પુષ્પહાર પહેરાવી માળીયા હાટીના ની મુખ્ય બજાર યાત્રા નીકળી હતી

શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 200 ફૂટનો મોટો રાષ્ટ્રધ્વજ આકર્ષણ કેન્દ્ર બન્યો હતો ,આ યાત્રા સફળ બનાવવા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા,જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન દિલીપભાઈ એન. સીસોદીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવ, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા, રાજેશભાઇ ભાલોડિયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, ભાજપ આગેવાન ઠારણભાઈ સિંધવ સહિતના આગેવાનો અને કાર્યોકરોએ જહેમત ઉઠાવી હતી
મહાનુભાવોએ હાજરી આપી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.