ધંધુકા બરવાળા રાણપુર તાલુકાના લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલાના પરિવારોને ન્યાય અને આર્થિક સહાય આપવા યુવક કોંગ્રેસે મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qdopqxe6e0gfgzov/" left="-10"]

ધંધુકા બરવાળા રાણપુર તાલુકાના લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલાના પરિવારોને ન્યાય અને આર્થિક સહાય આપવા યુવક કોંગ્રેસે મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું.


ધંધુકા બરવાળા રાણપુર તાલુકાના લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલાના પરિવારોને ન્યાય અને આર્થિક સહાય આપવા યુવક કોંગ્રેસે મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું.
ભારતીય યુવક કોંગ્રેસના મહામંત્રી હરપાલસિંહ ચુડાસમાએ ન્યાય અને આર્થિક સહાય ન અપાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી આપી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે યુવક કોંગ્રેસ દ્વારા ધંધુકા વિધાન સભા વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાના તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલ નાગરિકોના પરિવારજનોને ન્યાય આપવા તેમજ સરકાર દ્વારા આર્થિક સહાયની માંગ સાથે મૌન રેલી કાઢી ધંધુકા મામલતદાર બ્રહ્મભટ્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા (જીંજર) ની આગેવાનીમાં યુવક કોંગ્રેસ દ્વારા ધંધુકા તાલુકા પંચાયત કચેરીથી ધંધુકા મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી.
રેલીમાં કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો સરપંચ તાલુકા પંચાયતના સભ્યો પદાધિકારીઓ આગેવાનો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને ધંધુકા મામલતદાર બ્રહ્મભટ્ટને આવેદનપત્ર આપી રાજ્ય સરકારને તેમની રજૂઆત પહોંચાડવા રજૂઆત કરી હતી.
યુવક કોંગ્રેસ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં એવી રજૂઆત કરાઈ હતી કે તાજેતરમાં ધંધુકા વિધાનસભા વિસ્તારના ધંધુકા બરવાળા તથા રાણપુર તાલુકાના અલગ અલગ ગામના લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો ઉપર આફત આવી પડી છે તેથી તેમના પરિવારજનો ને ઝડપી ન્યાય મળે અને સરકાર દ્વારા રૂપિયા 10 લાખની આર્થિક સહાયની માંગ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી સરકાર અમારી માંગણી ઝડપથી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી આપી હતી ધંધુકા મામલતદાર અને પ્રાંત કચેરી પટાંગણમાં મૃત્યુ પામેલ ને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનો મૌન સવે રાખી પ્રાર્થના કરી હતી.
ભારતીય યુવક કોંગ્રેસના મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા એ સંબોધન કરતા સૌને જણાવ્યું હતું કે સરકાર લઠ્ઠાકાંડને કેમિકલ કાંડમાં ખપાવેલ છે તેનો અમે વિરોધ કરીએ છીએ લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને ન્યાય અને આર્થિક સહાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ના કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ગામડે ગામડે આવેલ આગેવાનો કાર્યકરોને ગામડામાં દારૂની બંધી ન ઘુસવા દેવા અપીલ કરી હતી કોઈના ધ્યાન ઉપર આવે તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.
યુવક કોંગ્રેસની મૌન રેલીમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો બંદોબસમાં અમદાવાદ રૂરલ તથા ધંધુકા ની પોલીસે બંદોબસ્ત સાચવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]