રાજકોટમાં ખુલ્લી જીપના બોનેટ પર બેસી લોકગાયક શેખરદાન ગઢવીએ જોખમી સ્ટંટ ર્ક્યા, પોલીસને ખુલ્લો પડકાર - At This Time

રાજકોટમાં ખુલ્લી જીપના બોનેટ પર બેસી લોકગાયક શેખરદાન ગઢવીએ જોખમી સ્ટંટ ર્ક્યા, પોલીસને ખુલ્લો પડકાર


રાજકોટ શહેરમાં ખુલ્લી જીપના બોનેટ પર બેસી સ્ટંટ કરતો વધુ એક યુવાનનો વીડિયો સોશીયલ મીડીયમાં વાયરલ થવા પામ્યો છે. આ વીડિયોમાં સૌરાષ્ટ્રના ગાયક કલાકાર શેખરદાન ગઢવી જોવા મળે છે. તે કાળા કલરની ખુલ્લી જીપના બોનેટ પર બેસેલ છેઅને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ ખુલ્લેઆમ સ્ટંટ કરી રહ્યો છે. આ વીડિયોમાં એક ડાયલોગ મૂકી તેને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર મુકવામાં આવ્યો છે.

સોશીયલ મીડીયમાં મુકેલા રીલ્સના શબ્દો પર નજર કરવામાં આવે તો તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ જીતી શકે રામ, કેમ આજ હું હારું છું અને તું જીતી ગયો બાપ મને વાત કર, મારી આગળ શક્તિ છે બધું છે છતાં કેમ હું હારી ગયો.? ત્યારે રામે રાવણને કીધું હતું કે જીતવા માટે આપણા ભાયું ભેળા જોઈએ બાકી દુનિયા ગમે તેટલી ભેળી હોય."

નોંધનીય છે કે, ​​​​ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે વારંવાર યુવાનો આવા જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે.આજે વધુ એક વીડિયો વાયરલ થતા રાજકોટના યુવાનો જાણે પોલીસનો ડર ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે થાર ગાડી સાથે કેટલાક યુવાનો ન્યારી ડેમમાં જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા જેમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે વાયરલ થયેલ વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.