બધા જ સીલસીલાનું ફૈઝ જો એક સીલસીલામા જોવો હોય તો એ સીલસીલો અશરફી સીલસીલો છે:હજરત શકીલ એહમદ કાદરી, કુરાન,કલમ અને શિક્ષણ થી અંતર મુસ્લિમ સમાજની દુર્દશા માટેનું મુખ્ય કારણ છે: હજરત શકીલ એહમદ કાદરી - At This Time

બધા જ સીલસીલાનું ફૈઝ જો એક સીલસીલામા જોવો હોય તો એ સીલસીલો અશરફી સીલસીલો છે:હજરત શકીલ એહમદ કાદરી, કુરાન,કલમ અને શિક્ષણ થી અંતર મુસ્લિમ સમાજની દુર્દશા માટેનું મુખ્ય કારણ છે: હજરત શકીલ એહમદ કાદરી


ઝગડીયા તાલુકાના નવીતરસાલી ગામ ખાતે ઉત્તર પ્રદેશ,અકબરપુરના કિછૌછા સરીફ સ્થીત પયગંબરે ઈસ્લામ મોહંમદ મુસ્તુફાના વંશજ, ઓલાદે ગૌષે આઝમ, મદુમે મીલ્લત સૈયદ મોહંમદ અશરફ મોહદ્દીષે આઝમે હિન્દનાં ઉર્ષ નિમિત્તે
શૈખુલ ઈસ્લામ તરસાલી બ્રાન્ચ દ્વારા જશ્ને સૈયદ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ટ્રસ્ટ દ્વારા આયોજીત જશ્ને સૈયદ કાર્યક્રમના પ્રારંભમાં મગરીબની નમાઝ બાદ ખલીફએ શૈખુલ ઈસ્લામ સૈયદ મુઝફફર હુશેન બાપુના હસ્તે પરચમ કુશાઈનુ કરવમાં આવી હતી ત્યાર બાદ નાતો મનકબત,અશરફી તરાના અને સલાતો સલામ પઢવામાં આવી હતી.
ઈશાની નમાઝ બાદ તકરીર નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સૌરાષ્ટ્ર થી પધારેલા બુલબુલે કાઠિયાવાડ હજરત શકીલ એહમદ કાદરીએ પોતાની આગવી શૈલીમાં મોહદ્દીષે આઝમ અને સૈખૂલ ઈસ્લામ દ્વારા કરવામાં આવેલા દીનો સુન્નીયત અને માનવ જાત ની ભલાઈ માટે કરવમાં આવેલા કર્યો પર પ્રકાશ પાડ્યો હતો.
હઝરતે મોહદ્દીષે આઝમની કસ્ફો કરામત ,વિલાયત,દરજાત,ઈલ્મ ઉપરાંત ઈસ્લામ ધર્મમા માતાને આપવામાં આવેલ વિષેશ સ્થાન તેમ જ દરજ્જા વિશે જણાવ્યું હતું ઉપરાંત જીવનમા પીરના મહત્ત્વ વિશે જણાવ્યું હતું
મૌલાના સાહેબે પોતાનાં વક્તવ્યમાં શિક્ષણ ઉપર ભાર મુકતાં જણાવ્યું કુરાન,કલમ અને શિક્ષણ થી અંતર મુસ્લિમ સમાજની દુર્દશા માટેનું મુખ્ય કારણ છે ઉપરાંત તેમણે પોતાનાં વકતવ્યમા જણાવ્યું હતુ જે સમાજનું નેતૃત્વ અશિક્ષિત અને ગુનેગાર લોકો કરે છે તે સમાજની પ્રગતિ અશક્ય હોય છે દુવા અને સલાતો સલામ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ
કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત સૈખૂલ ટ્રસ્ટ નિગ્રા સૈયદ મુઝફ્ફર હુશેન બાપુ ઉપરાંત સદાતે કિરામ,ઉલમાએ કિરામ ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.બીજા દિવસે નીયાઝ નુ આયોજન કરવામાં આવ્યું હતું
પયગંબર સાહેબના વંશજ સૈયદ મોહંમદ મોહદ્દીષે આઝમમે કુરાનનો ઉપદેશ સરળતાથી લોકો સમજી શકે એ માટે કુરાને પાકનું ઉર્દૂમાં ભાષાંતર કરી માઅરેફૂફ કુરાન લખ્યું શાથે શાથે હદીસ શરીફ અને પયગંબર સાહેબ ની અઝમત ઉપર ઘણી બધી પુસ્તકો લખી. મોહદ્દિશે આઝમે સમગ્ર જીવન કુરાન અને હદિસના ઉપદેશો લોકો સુધી પહોંચાડવા ગુજરી દીધુ.
માત્ર મુસ્લીમ સમાજ માટે જ નહી પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક અને પ્રેરક તરીકે જીવન ગુજારનાર મોહદ્દીષે આઝમે જીવન દરમિયાન પોતાની બે જોડ ઈલ્મી તેમ જ રુહાની શક્તી વડે ઈન્સાન ને ઈન્સાનિયત તરફ લઈ જઈ માણસમા માણસાઈનાં દીવા પ્રગટાવવાનું કાર્ય કર્યુ. સ્નેહ,સમાનતા અને સંવેદના સાથે ઈન્સાનની સેવા તેમ જ ઈન્સાંનીયતનાં બચાવ માટે પ્રેરક તેમ જ માર્ગદર્શક બની કરોળો લોકોમાં રહેલ અજ્ઞાનતાનાં અંધકારને દુર કરી જ્ઞાનની જયોત પ્રગટાવી પોતે લખેલ સેર "મદીને કા કુછ કામ કરના હે સૈયદ, મદીને સે બસ ઈસ લીચે જા રહા હુ" ને સાચા અર્થમા સાર્થક બનાવી.
મોહંમદ અશરફ મોહદ્દીષે આઝમનો જન્મ ઈ.સ.૧૮૯૪માં કસ્બા જાયશ રાયબરેલી યુ.પી.મા થયો હતો અને અવસાન હિ.સ.૧૩૮૧,૧૬ ઈ.સ.૨૫-૧૨-૬૧ રોજ કિછૌછા શરીફ, અકબરપુર યુ.પી.મા થયો હતો.
ઉલ્લેખનીય છે કે હિ.સ.પ્રમાણે દર વર્ષની ૧૬ રજ્જબના દિવસે ઉર્ષમા સમગ્ર વિશ્વમાંથી લાખો અનુયાયીઓ કિછૌછા શરીફ મોહદ્દીષે આઝમના દરબારમા હાજરી આપી પોતાને ધન્ય બનાવે છે ઉપરાંત સમગ્ર વિશ્વમા અલગ અલગ જગ્યાએ પણ અનુયાયીઓ દ્વારા ૧૬ રજબના દિવસે ઉર્ષ મનાવવામાં આવે છે.

મલેક યસદાની
At this time,Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.