આંક્રોદ ગામનાં યુવાનો દ્રારા જુની તરસાલી ગામનાં ખેડૂતોને કૃષિ કીટ વિતરણ કરવામાં આવી, ૮૦ જેટલા ખેડૂતોને ૩૨૦ કીટ બિયારણ અને ૧૦૦ ખાતર તેમ જ જંતુનાશક દવાઓ વિતરણ કરવામા આવી. - At This Time

આંક્રોદ ગામનાં યુવાનો દ્રારા જુની તરસાલી ગામનાં ખેડૂતોને કૃષિ કીટ વિતરણ કરવામાં આવી, ૮૦ જેટલા ખેડૂતોને ૩૨૦ કીટ બિયારણ અને ૧૦૦ ખાતર તેમ જ જંતુનાશક દવાઓ વિતરણ કરવામા આવી.


ભરૂચ જિલ્લામાં પાંચ દાયકા બાદ આવેલ સૌથી મોટા પુરના કારણે સમગ્ર જિલ્લાના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય છે ઝઘડિયા વિસ્તારના નદી કાંઠાના ગામોના ખેડૂતોને પણ ભારે નુકશાન થયુ હોય માંગરોળ તાલુકાના આંક્રોદ
ગામનાં યુવાનો દ્રારા જુની તરસાલી ગામના ખેડૂતોને મદદ રૂપ થવાના હેતુ થી કૃષિ કીટ વિતરણ કરવામાં આવી હતી.
નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાન થયું છે ત્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ પીડિતોના વ્હારે આવી દરેક રીતે મદદરૂપ થઈ રહી છે ત્યારે ખેતી અને પશુપાલન કરી પોતાનુ જીવન નિર્વાહ કરતા જુની તરસાલી ગામના ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ હતી ત્યારે શનિવારે આંક્રોદ ગામના યુવાનો દ્રારા જુની તરસાલી ગામે ૩૨૦ એકર જમીન ધરાવતા ગામના ૮૦ જેટલા ખેડૂતોને ૩૨૦ કીટ બિયારણ અને ૧૦૦ ગુણ ખાતર તેમ જ પાક જંતુનાશક દવાઓ સહીત કૃષિ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં આંક્રોદ ગામના ઈબ્રાહિમ કાઝી,અમમારભાઈ રંગીલા,ઈબ્રાહીમભાઈ રંગીલા,બૌધાન જીયાઉદદીન કાઝી,આરીફ કાઝી,સુફિયાન કાઝી,ફારુક હાફેજી, અમીન બાવા,સલીમ ટેઈલર,ફૈઝલ ભથીયારા, સકીલ પટેલ,અબ્રાર માસ્તર,શાકીર માસ્તર,સફી કાઝી,રહીમ માંજરા,અહમદ કાઝી ,સઅદ કાઝી વગેરેએ ભાગ લીધો હતો.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.