ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ - At This Time

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ


ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
સુરત મજુરા વિધાનસભાનું લાંબા વર્ષથી પ્રતિનિધિત્વ કરતા રાજયના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો આજે જન્મદિન હોવાથી તેમને ફુલ ગુલાબી ઠંડીમાં ઉષ્માભર્યા અભિનંદન મળી રહ્યાં છે ત્યારે ૮ જાન્યુઆરી ૧૯૮૫ માં જન્મેલા હર્ષભાઈએ આજે પોતાના જીવનમાં વધું એક વર્ષના ઉમેરાનો પ્રારંભ કરતાં જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ તેમને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું હતું કે ભાજપ સરકાર રાજ્યમાં લોકહિતના અગણિત કામો કરી રહી છે ત્યારે હર્ષભાઈ સંઘવીને હુ દિલથી દિલના ઊંડાણથી તેમને જન્મદિનની શુભેચ્છા અને શુભકામના પાઠવું છુ સાથોસાથ તેમનાં દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય અંગે પણ શુભકામના વ્યકત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.