શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં ધો.8 ની કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો - At This Time

શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં ધો.8 ની કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો


શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં ધો.8 ની કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં વિદાયમાં સ્પોર્ટ સ્કૂલ રાજકોટની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણા આપનાર બંને દીકરીઓ હાલ ધો.10માં ભણે છે.જે અમારી જ શાળાની પ્રેરણાથી ધો.4માં ખેલ મહાકુંભમાં છ વર્ષ પહેલાં વિજેતા બનીને રાજકોટ સ્પોર્ટ સ્કૂલ અને ધોળકિયા સ્કૂલમાં ભણે છે. જેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. જેમાં વૈશાલી હરેશભાઈ સોલંકી અને ભૂમિ ભરતભાઈ સોલંકી આ બન્ને દીકરીઓ અમારા કોઠીનું ગૌરવ છે. વાલીઓ અને બાળકોને ખેલ મહાકુંભના ફાયદા જાણે તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.