સિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે - At This Time

સિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે


રાજકોટમાં ગાંઠિયાના ભાવમાં 15% ઘટાડોસિંગતેલમાં 380, કપાસિયા તેલમાં 340 અને પામોલીનમાં તળેલા ગાંઠિયા 300માં મળશે આગામી સાતમ-આઠમનાં તહેવારો અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લાનાં, લોકોને વ્યાજબી ભાવે ફરસાણ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ પૂરવઠા અધિકારી અવનીબેન હરાગે ગઈકાલે રાજકોટ શહેર અને જિલ્લાના ફરસાણના 50 જેટલા વેપારીઓ સાથે બેઠક યોજી અને ફરસાણના ભાવનુપં બાંધણુ કર્યુ હતું. આ બેઠકનાં અંતે ફરસાણના વેપારીઓ તેલનાં પ્રકાર વાઈ બજાર ભાવ કરતા 15 ટકા નીચા ભાવે વેંચાણ કરવા સંપન્ન થયેલ હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.