• શિક્ષણ હોય પરંતુ લક્ષણ ન હોય તો કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xt7xki2udf3lm1jh/" left="-10"]

• શિક્ષણ હોય પરંતુ લક્ષણ ન હોય તો કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી


• ગુજરાતને વધુ ઉત્તમ ગુજરાત બનાવીએ
રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા

બરવાળાના સાળંગપુર ખાતે "લક્ષણ સહિતનું શિક્ષણ" વિષય પર એક દિવસીય "શિક્ષણ સંમેલન" સેમીનાર યોજાયો

બોટાદ, તા.૩ :- પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે બરવાળા તાલુકાના સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે "લક્ષણ સહિતનું શિક્ષણ" વિષય પર એક દિવસીય "શિક્ષણ સંમેલન" સેમીનાર યોજાયો હતો.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયની પરંપરા જે ઋષિમુનીઓએ સ્થાપિત કરી છે તેને જડમૂળથી ઉખેડી નાખવા અનેક પ્રયાસો કરાયાં હતાં પરંતુ દેશની ધર્મ, સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ પ્રમુખ સ્વામીજીએ કર્યું છે. ધર્મની સાથે શિક્ષણને વધુ મજબૂત કરવાનું કામ BAPS સંસ્થા કરી રહી છે.
મંત્રીશ્રી વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ હોય પરંતુ લક્ષણ ન હોય તો કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. સરકારશ્રીએ કોરોનાની મહામારી દરમિયાન પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઓનલાઇન માધ્યમ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. લક્ષણ સાથે જો શિક્ષણ આપવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ પણ થશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતે અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. મંત્રીશ્રીએ આગામી દિવસોમાં નવી શિક્ષણનીતિનો અમલ કરાશે તેવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી તેમજ આ શિક્ષણ નીતિ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ પણ મળી રહેશે તેમ જણાવ્યું હતું.
સરકારશ્રીએ શિક્ષણ વિભાગમાં શિક્ષકોને બદલી, બઢતી સહિત અનેકવિધ સમસ્યાઓનો હકારાત્મક નિર્ણયો લીધા હોવાની સાથે ગુજરાતને વધુ ઉત્તમ ગુજરાત બનાવવાની મંત્રીશ્રી વાઘેલાએ હિમાયત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત તમામે બાળકોમાં સારા ગુણો વિકસે તે માટે "ચાલો આદર્શ બનીએ" ની શોર્ટ ફીલ્મ ઉપરાંત પ.પૂ.પ્રમુખ સ્વામીજીના જીવનચરિત્ર અંગેની શોર્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. પ્રારંભે રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રીશ્રી સતિષભાઇ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ વેળાએ પુ.કોઠારી સ્વામીજી તેમજ પુ.આત્મજ્ઞાન સ્વામીજી, બોટાદ અને અમદાવાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, શ્રી રણજીતસિંહ ચૌહાણ સહિત શિક્ષણકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]