શ્રીમતી વી વી શાહ એમ.એસ.સી (સીએ એન્ડ આઈટી) કોલેજ માં ત્રિદિવસીય કોમ્પ્યુટર પરિચય તાલીમ શિબિરનો શુભઆરંભ કરવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pttbdihd0hlpjymr/" left="-10"]

શ્રીમતી વી વી શાહ એમ.એસ.સી (સીએ એન્ડ આઈટી) કોલેજ માં ત્રિદિવસીય કોમ્પ્યુટર પરિચય તાલીમ શિબિરનો શુભઆરંભ કરવામાં આવ્યો.


મોડાસામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ પ્રાયોજિત અને ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રીમતી વી વી શાહ એમ.એસ.સી (સીએ એન્ડ આઈટી) કોલેજ માં તારીખ ૨૩/૦૧/૨૦૨૪ ના રોજ ત્રિદિવસીય કોમ્પુટર પરિચય તાલીમ શિબિરનો શુભઆરંભ કરવામાં આવ્યો. આ શિબિરમાં યુનિવર્સિટી સલગ્ન વિવિધ કોલેજોના ૭૦ વિધાર્થીઓ એ ભાગ લોધો છે. આ ત્રણ દિવસ દરમ્યાન વિવિધ તજજ્ઞો ધ્વારા કોમ્પ્યુટર વિષય પર તાલીમ આપવામાં આવશે. શિબિરના ઉદ્દઘાટન સમારોહ માં મુખ્ય મહેમાન શ્રી આકાશ નિષાદ સ્થાપક અને નિર્દેશક ડેમિસ્ટો ટેક્નોલોજી પ્રા. લિ., અમદાવાદ. કોલેજના પ્રભારી મંત્રી શ્રી પ્રો. અરવિંદભાઈ જે. મોદી, તેમજ બી.સી.એ. કોલેજ મોડાસા ના આચાર્ય ડૉ. જયદીપભાઈ ત્રિવેદી હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.કાર્યક્રમ ની સફળતા માટે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. કે. કે. પટેલ સાહેબ અને મંડળ ના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર. મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. આ શિબિર નું આયોજન સંસ્થા ના તમામ સ્ટાફ મિત્રો ધ્વારા આચાર્યશ્રી અર્પિત એ. જોષી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]