પીપળી પાસે દર્દી ને મુસાફરી દરમિયાન 108 દેવદૂત બની - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/posvq0ykfykzgcxh/" left="-10"]

પીપળી પાસે દર્દી ને મુસાફરી દરમિયાન 108 દેવદૂત બની


ધંધુકા પીપળી પાસે દર્દી ને મુસાફરી દરમિયાન 108 દેવદૂત બની.

મધ્યપ્રદેશ થી મજુરી માટે અમરેલી આવેલા પરિવાર ઇકો વાન માં અમરેલી થી મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા રસ્તામાં પીપળી પાસે સવિતાબેન રિધેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 22 ને પ્રસવ પીડા ઉપડતા ત્યાં શ્રી નાથ હોટેલ પર રહેતી પીપળી 108 નજર આવતા એમ્બ્યુલન્સ પર ફરજ પર રહેલ સ્ટાફ ને જાણ કરતા દર્દી ને એમ્બ્યુલન્સ માં લઇ તપાસ કરતા ત્યાં જ ડિલિવરી કરાવવાની જરૂર લાગતા પાઇલોટ રાહુલભાઇ કોલાદરા તથા ઈ એમ ટી કલ્પેશ જાની દ્વારા 108 એમ્બ્યુલન્સ માં જ દર્દી ની સફળ ડિલિવરી કરાવી માતા અને બાળક ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વટામણ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

દર્દી ના સગા એ 108 પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]