જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ - At This Time

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ


લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના અમલ માટે, પક્ષના ચૂંટણી ખર્ચના વિવિધ ભાવ અંગે તથા વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. આર. એન. ચૌધરી, વિવિધ નોડલ અધિકારીશ્રીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.