વિવેક સંકુલ તેમજ અંકુર વિધા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવ ઉત્સાહ ભેર ઉજવણી - At This Time

વિવેક સંકુલ તેમજ અંકુર વિધા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવ ઉત્સાહ ભેર ઉજવણી


માળીયા હાટીના તાલુકાના વિવેક વિધા સંકુલ તેમજ અંકુર વિદ્યા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જીલ્લાના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવનજીભાઈ કરગઠિયા સહિત મહાનુભવોએ દીપ પ્રાગટય કરી અને ફટાકડા ની કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, તેમજ જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંધના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવે એ અંકુર વિદ્યા સંકુલ તેમજ વિવેક વિધા સંકુલના બાળકો તેમજ આજુબાજુ વિસ્તારની જનતાને નવરાત્રી ની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ ઉપસ્થીત મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું

વિવેક સંકુલ તેમજ અંકુર વિધા સંકુલ દ્વારા બાળકો તેમજ દીકરીઓ દ્વારા વિવિધ વેસભૂસા સાથે રાસ ઉત્સવ કરવામાં આવ્યો જેમકે તાલિ રાસ, ડાકલા રાસ, મિણીયારો રાસ સહિત આકર્ષક રાસ બાળકો તેમજ દીકરીઓ ઉત્સાહ ભેરથી ભાગ લેતા આજુબાજુ ગામના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોવા આવેલ આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોએ લોકોને ખુશ કર્યા હતા

આ કાર્યક્રમમાં ઉપસ્થીત જૂનાગઢ જીલ્લાના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા, શિવાભાઈ સોલંકી, જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજી ભાઈ યાદવ,કારડીયા રાજપૂત સમાજના આગેવાન ભગતસિંહ ઝણકાંત, જૂનાગઢ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટારીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, પટેલ સમાજના આગેવાન દેવજીભાઈ, મહેન્દ્ર ભાઈ ગાંધી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થીત હાજર રહ્યા હતા

આકાર્યક્રમ ને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ તેમજ સ્કૂલ સ્ટાફે ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.