દહેગામ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓપરેટર બેંક દ્વારા સહકારીતા મંત્રીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ વૃદ્ધાશ્રમમાં ફૂટ વિતરણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vf2mmbsmisycpnkw/" left="-10"]

દહેગામ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓપરેટર બેંક દ્વારા સહકારીતા મંત્રીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ વૃદ્ધાશ્રમમાં ફૂટ વિતરણ કરવામાં આવ્યું


ફ્રુટ વિતરણમાં એડીસી બેંકના ડિરેક્ટર રાજેન્દ્ર કુમાર શાહ તથા વિવિધ મંડળીઓના ચેરમેનોની હાજરી રહી.

દહેગામ એડીસી બેંક દ્વારા કેન્દ્રીય સહકારીતા તેમજ ગૃહ મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરીને ઉજવણી કરી હતી. જુદી જુદી હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દહેગામમાં આવેલી આશીર્વાદ હોસ્પિટલ, દહેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કુસુમબા વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધોને ફ્રુટ વિતરણ કરાયું હતું. જન્મદિવસની ઉજવણી તેમજ ફ્રુટ વિતરણ કાર્યક્રમમાં એડીસી બેંકના ડિરેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર શાહ તથા દહેગામ બ્રાન્ચ મેનેજર આકેશભાઈ શાહ, એ એસ આઈ કિરણભાઈ ત્રિવેદી, તથા બેંકના સંકેતભાઈ શાહ, તેમજ દહેગામની જુદી જુદી મંડળીઓના ચેરમેન સરદારસિંહ ઉદેસિંહ (લિહોડા) ધીરુભાઈ (જીંડવા), જયંતીભાઈ (સાંપા) હસમુખભાઈ પ્રજાપતિ (વર્ધાના મુવાડા) તેમજ કાંતિભાઇ (બિલામણા) ની હાજરીમાં ફ્રુટ વિતરણ કરાયું હતું. , , રીપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]