રાજકોટમાં જૂની અદાવતમાં બે શખસ સોડા બોટલનું કેરેટ ભરી આવ્યા, ઘર પર છૂટા ઘા કર્યા, આગળની દીવાલનો કાચ તૂટી ગયો - At This Time

રાજકોટમાં જૂની અદાવતમાં બે શખસ સોડા બોટલનું કેરેટ ભરી આવ્યા, ઘર પર છૂટા ઘા કર્યા, આગળની દીવાલનો કાચ તૂટી ગયો


રાજકોટ-જામનગર રોડ પર આવેલા મનહરપુર 1 ગામમાં જૂની અદાવતમાં ગત રાત્રિના બે શખસે એક પરિવારના ઘર પર સોડા બોટલના છૂટા ઘા કર્યા હતા. ઘરના કાચ ફોડી નાખી પરિવારને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે આપમાનિત કર્યા હતા. આ મામલે વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તોડફોડ કરનાર આ શખસોને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સોડા બોટલનું ગાલુ લઈને બન્ને શખસ ટુવ્હિલર પર આવે છે અને એક પછી એક સોડા બોટલના ઘા કરતા નજરે પડે છે. બાદમાં બન્ને શખસ નાસી જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.