વિરપુરના ગેરેજમાં સર્વીસ માટે આવેલા બાઈકની સીટમાથી ઝેરી સાપ નીકળ્યો.... - At This Time

વિરપુરના ગેરેજમાં સર્વીસ માટે આવેલા બાઈકની સીટમાથી ઝેરી સાપ નીકળ્યો….


વિરપુરના એક ગેરેજમાં સર્વીસ માટે મુકેલા
બાઇકની સીટ નીચેથી ઝેરી સાપ મળી આવતા દોડધામ મચી ગઇ હતી ત્યારે મળતી વિગતો મુજબ ગેરેજમાં એક બાઇક સર્વીસ માટે મુકવામાં આવ્યું હતું ગેરેજના માલીકે વાયરીંગ કામ માટે બાઇકની સીટ ખોલતા સીટ નીચેથી અંદાજે ત્રણેક ફુટ લાંબો એક સાપ જોવા મળતા ગેરેજમાં દોડધામ મચી ગઇ હતી સામાન્ય સાપ કરતા આ સાપ કાંઇક અલગ જ દેખાતા ગેરેજ માલીકે બાઈકને ખુલ્લી જગ્યાએ મુકી દેતા સાપને જોવા ભારે ભીડ જામી હતી ભીડમાંથી એક વ્યક્તિને સાપનું રેસ્કયુની જાણકારી હોવાના કારણે સાવધાની પુર્વક પ્લાસ્ટિક બેગમાં સાપને પુર્યો હતો આ અંગે સાપ પકડનારએ જણાવ્યું કે આ રેસલ વાઇપર પ્રજાતીનો સાપ ગણાય છે ત્યારે સાપનું સફળતા પુર્વક પકડી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવતા ગેરેજ માલીક સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.