બોર્ડના પ્રશ્નપત્ર લીક કરનારી સ્કૂલને ૧.૫ લાખનો દંડ કરાયો - At This Time

બોર્ડના પ્રશ્નપત્ર લીક કરનારી સ્કૂલને ૧.૫ લાખનો દંડ કરાયો


અમદાવાદગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા ગત વર્ષે પ્રથમ સત્રની ધો.૯થી૧૨ની પરીક્ષા કોમન પેપરોથી અને કોમન ટાઈમ
ટેબલ મુજબ લેવાનું જાહેર કરાયુ હતું ત્યારે ગત ઓકટોબરમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં
બોર્ડે તૈયાર કરેલા કેટલાક પ્રશ્નપત્રો લીક થયા હતા અને વાઈરલ થઈ ગયા હતા.ત્યારબાદ
સરકારે આ મુદ્દે બોર્ડને તપાસનો આદેશ કર્યો હતો.તપાસમાં ચાંદખેડાની જ સ્કૂલે પેપરો
લીક કર્યા હોવાનું બહાર આવતા બોર્ડે આ સ્કૂલને દોઢ લાખ રૃપિયાનો દંડ કર્યો છે.ધો.૯થી૧૨ની
પ્રથમ સત્રાંત પરીક્ષાના મુખ્ય વિષયોના પેપરો બોર્ડે તૈયાર કર્યા હતા અને ડીઈઓ
મારફતે તમામ સ્કૂલોને સોફટ કોપીમાં મોકલાયા હતા. સરકારી,ગ્રાનટેડ
અને ખાનગી સહિતની તમામ સ્કૂલોએ આ પ્રશ્નપત્રો મુજબ અને બોર્ડે જાહેર કરેલા ટાઈમ
ટેબલ મુજબ જ ફરજીયાત પરીક્ષા લેવાની હતી.પરંતુ કેટલીક સ્કૂલોએ પોતાની રીતે પોતાના
ટાઈમ ટેબલથી પરીક્ષા લઈ લીધી હતી.જેમાં પ્રશ્નપત્ર વાઈરલ થયા હતા.આ અંગે ગુજરાત
શિક્ષણ બોર્ડના ધો.૧૨ના પરીક્ષા સચિવ અવનીબા મોરીએ જણવ્યું કે સરકારે આ બાબતને
ગંભીરતાથી લીધી હતી અને સીએમ ઓફિસમાંથી તેમજ શિક્ષણમંત્રી દ્વારા તપાસના કડક આદેશ
કરાયા હતા.ત્યારબાદ બોર્ડે તપાસ કરી  હતી
અને ચાંદખેડાની ખાનગી દૂન બ્લોસમ એકેડેમી સ્કૂલ દ્વારા જ પેપરો લીક થયા હોવાનું
ધ્યાને આવ્યુ છે.

આ સ્કૂલે બોર્ડના ટાઈમ ટેબલને બદલે પોતાની
રીતે પોતાના ટાઈમ ટેબલ મુજબ પરીક્ષાઓ લીધી હતી.જેથી ધો.૯થી૧૨ની પરીક્ષા જુદા જુદા
વિષયોના પેપરો ત્રણ દિવસ સુધી લીક થતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.આ બાબતે
બોર્ડે કાર્યવાહી કરતા સ્કૂલને દોઢ લાખ રૃપિયાનો દંડ કર્યો છે.પ્રથમ કસોટી હોય કે દ્રિતિય કસોટી કે પ્રશ્નબેંક મુજબની સામાયિક કસોટીઓ
દરેક પરીક્ષામાં સ્કૂલે  પ્રશ્નપત્રોની
ગોપનીયતાનું મૂલ્ય ગંભીરતાથી જાળવવુ જોઈએ અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો
સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.