JEE મેઈન : સુરતનો વિદ્યાર્થી સ્ટેટ ટોપર,અમદાવાદના ૩ ટોપ ૧૦૦માં - At This Time

JEE મેઈન : સુરતનો વિદ્યાર્થી સ્ટેટ ટોપર,અમદાવાદના ૩ ટોપ ૧૦૦માં


અમદાવાદનેશનલ
ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈનની બીજા તબક્કાની પરીક્ષાના પરિણામ સાથે આજે  ફાઈનલ રેન્ક લિસ્ટ જાહેર કરી દેવાયુ છે.જેમાં
સુરતનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ અને દેશમાં ૨૯માં ક્રમે આવ્યો છે. જ્યારે
અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ દેશના ટોપ ૧૦૦ રેન્ક લિસ્ટમાં સ્થાન મેળવ્યુ
છે.અમદાવાદની વિદ્યાર્થિની જલધી જોશી રાજ્યમાં ફીમેલ કેટેગરીમાં સ્ટેટ ટોપર બની
છે.જો કે આ વર્ષે પણ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થી ગુજરાતમાંથી એક પણ નથી.એનટીએ દ્વારા
આ વર્ષે બે વાર જેઈઈ મેઈન લેવાઈ છે.બી.ઈ પેપર-૧ની પ્રથમ સેશનની જેઈઈ જુનમાં લેવાયા
બાદ બીજી પરીક્ષા ૨૫થી૩૦ જુલાઈ દરમિયાન દેશભરમાં લેવાઈ હતી. એનટીએ દ્વારા જાહેર
કરાયેલા બંને પરીક્ષાના આંકડા મુજબ જુન અને જુલાઈની બંને પરીક્ષા માટે નોંધાયેલા
૪૬૮૨૦૫ વિદ્યાર્થીમાંથી ૪૦૪૨૫૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી  જ્યારે સેશન-૧ની પરીક્ષા માટે નોંધાયેલા
૮૭૨૯૭૦માંથી ૭૬૯૬૦૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી તથા સેશન-૧ની પરીક્ષા માટે નોંધાયેલા
૬૨૨૦૩૪ વિદ્યાર્થીમાંથી ૫૪૦૨૪૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી. યુનિક કેન્ડિડેટ્સ એટલે
કે બંને પરીક્ષામાંથી કોઈ પણ એક કે બંનેમાં નોંધાયેલા કુલ ૧૦૨૬૭૯૯ વિદ્યાર્થીમાંથી
૯૦૫૫૯૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાં જનરલ કેટેગરીમાં ૩૭૮૨૦૭ વિદ્યાર્થી છે.

જેઈઈ મેઈન-૨ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર
કરી દેવાયુ છે અને સાથે એનટીએ દ્વારા કોમન રેન્ક લિસ્ટ જાહેર કરી દેવાયુ છે.જેમાં
બંને પરીક્ષાના પરિણામમાંથી જે હાઈએસ્ટ સ્કોર તેને ધ્યાને લેતા ઓલ ઈન્ડિયા રેન્ક
જાહેર કરાયો છે.૧૦૦ પર્સેન્ટાઈલ સાથે દેશના ટોપ ૨૪ વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી  આ વર્ષે પણ એકેય નથી.આ વર્ષે પ્રથમ અને બીજી
બંને પરીક્ષામાં એકેય વિદ્યાર્થીએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા નથી.પ્રથમ પરીક્ષા બાદ
બીજી પરીક્ષામાં પણ સુરતનો વિદ્યાર્થી માહિત ગઢિવાલા ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે
ગુજરાતમાં પ્રથમ રહ્યો છે.ફાઈનલ રેન્ક લિસ્ટમાં માહિતે ૨૯મો ઓલ ઈન્ડિયા રેન્ક
મેળવ્યો છે.જ્યારે અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા ટોપ ૧૦૦ રેન્કમાં સ્થાન
મેળવ્યુ છે.જેમાં જલધી જોશીએ ૯૯.૯૯૮ પર્સેન્ટાઈલ સાથે ૬૧મો, ૯૯.૯૯૮ પર્સેન્ટાઈલ સાથે ૪૦મો અને માહિર પટેલે ૯૯.૯૯૪ પર્સેન્ટાઈલ સાથે
૯૧મો રેન્ક મેળવ્યો છે.જલધી જોશી ફીમેલ કેટેગરીમાં ગુજરાતની સ્ટેટ ટોપર બની છે.જેઈઈ
એડવાન્સ માટેજનરલ
કેટેગરીનો કટ ઓફ સ્કોર વધ્યો : અન્ય કેટેગરીમાં ઘટાડો

એનટીએ દ્વારા જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે કટ ઓફ
સ્કોર જાહેર કરી દેવાયા છે. જેઈઈ મેઈનમાં નિયત કટઓફ સ્કોરમા આવતા અને ટોપ ૨.૫ લાખ
વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ આપી શકે છે.જેઈઈ એડવાન્સ નોડલ આઈઆઈટી દ્વારા ૨૮મી ઓગસ્ટે
દેશભરમાં લેવાશે  અને જે માટેનું ઓનલાઈન
રજિસ્ટ્રેશન શરૃ થઈ ગયુ છે.જે ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે. એનટી દ્વારા જાહેર કરાયેલા આ
વર્ષના કટ ઓફ સ્કોર મુજબ જનરલમાં ૮૮.૪૧, ઈડબલ્યુએસમાં
૬૩.૧૧,ઓબીસીમાં ૬૭.૦૦, એસસીમાં ૪૩.૦૮૨
અને એસટી કેટેગરીમાં ૨૬.૭૭ કટ ઓફ સ્કોર છે.જ્યારે જનરલ પીડબલ્યુડીમાં ૦.૦૦૩ કટઓફ
સ્કોર છે. ગત વર્ષની સરખામણીએ જનરલ કેટેગરીમાં કટ ઓફ થોડો ઊંચો ગયો છે જ્યારે અન્ય
કેટેગરીમાં કટ ઓફ નીચો ગયો છે.ગત વર્ષે જનરલમાં ૮૭.૮૯ કટ ઓફ હતો. ઈડબલ્યુએસમાં
૬૬.૨૨, ઓબીસીમાં ૬૮.૦૨,એસસીમાં ૪૬.૮૮
અને એસટીમાં ૩૪.૪૬ તથા પીડબલ્યુડીમાં ૦.૦૦૯ કટ ઓફ હતો.આમ સ્કોર ઘણો નીચો ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.