આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દાંતા સ્ટેટના maharana સાહેબ Mahipendrasinhji ની અધ્યક્ષતા માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો - At This Time

આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દાંતા સ્ટેટના maharana સાહેબ Mahipendrasinhji ની અધ્યક્ષતા માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો


આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દાંતા સ્ટેટના maharana સાહેબ Mahipendrasinhji ની અધ્યક્ષતા માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

દાંતા મુકામે આવેલી અને ભવાનીસિંહજીની સ્મૃતિચિહ્ન સમાન અને દાંતા કેળવણી મંડળ દ્વારા સંચાલિત સર ભવાનીસિંહ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12નું શિક્ષણ કાર્ય ચાલે છે. દાંતા કેળવણી મંડળ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિદાય અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે.આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે maharana સાહેબની અધ્યક્ષતામાં વિદાય પ્રસંગ યોજાઈ ગયો. આજના પ્રસંગે maharana સાહેબના વિદેશી મહેમાનો મિસ્ટર એન્ડ મિસિસ નોક્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ વિદેશી મહેમાન મિસ્ટર એન્ડ મિસિસ નોક્સએ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાને મેઇન ગેટ બનાવી આપ્યો છે. આજ સૌ પ્રથમ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ ને દાંતાના વિપુલભાઈ જાનીના હસ્તે કંકુ તિલક કરાવવામાં આવ્યું હતું અને તમામ ગુરુજીઓ ના હસ્તે દરેક વિદ્યાર્થીને પેન અને અત્તરનું રૂ નું પુમડુ આપીને શુભાશિષ પાઠવ્યામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દાંતા કેળવણી મંડળ દાંતાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કારોબારી સદસ્યો દ્વારા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ maharana સાહેબના હસ્તે નિવૃત થનાર અને થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ચેતનભાઈ પટેલ દ્વારા ખુબ જ સુંદર રીતે નિવૃત્ત કર્મચારીને અર્પણ કરેલ પ્રમાણપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. છેલ્લે શાળાના શિક્ષકશ્રી સંજયસિંહ રાઓલ દ્વારા સુંદર આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ઘી માંથી બનાવેલ બુંદી નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખુબ જ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો તેના નિમિત્ત બનેલા સર્વે સ્ટાફમિત્રોનો શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ ખુબ ખુબ આભાર માન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઈઝરશ્રી વિક્રમભાઈ પ્રજાપતિએ કર્યું હતું.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.