રવિવારે શાંતાબા ગજેરા ઓડિટોરીયમ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા ભવ્ય આયોજન અમરેલીમાં પ્રથમ વખત પત્રકારોનું જિલ્લાનું અધિવેશન - At This Time

રવિવારે શાંતાબા ગજેરા ઓડિટોરીયમ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા ભવ્ય આયોજન અમરેલીમાં પ્રથમ વખત પત્રકારોનું જિલ્લાનું અધિવેશન


રવિવારે શાંતાબા ગજેરા ઓડિટોરીયમ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા ભવ્ય આયોજન અમરેલીમાં પ્રથમ વખત પત્રકારોનું જિલ્લાનું અધિવેશન

જિલ્લાના ગામેગામથી પ્રિન્ટ, ઈલે. અને

ડિજીટલ મીડિયાના પત્રકારો ઉમટી પડશે જિલ્લાના રાજકીય મહાનુભાવો, અધિકારી અને વરિષ્ઠ પત્રકારો એકમંચ પર બિરાજશે 

જૂની પેઢીના પીઢ પત્રકાર મનસુખભાઈ રાવળ, ઉંમંગરાય છાંટબારનું સન્માન

મીડિયાની ભૂમિકા અને પડકારો પર ચર્ચા નવરંગ નેચર કલબ દ્વારા રોપાનું વિતરણ

અમરેલી

અમરેલીમાં જિલ્લા ક્યાએ પ્રથમ વખત જ પત્રકાર એકતા પરિષદ અમરેલી દ્વારા જિલ્લા કક્ષાના પત્રકારોના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલી જિલ્લાના નાનામાં નાના ગામડાથી માંડી જિલ્લાભરમાંથી પત્રકારો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જિલ્લામાં પ્રથમ વખત જ આ રીતે મોટી સંખ્યામાં પત્રકારો એકઠા થવાના હોવાથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં નાનામાં નાના ગામડાથી માંડીને જિલ્લા કક્ષાએ કામ કરતા તમામ પત્રકારો એક જૂથ થાય તેવા ઉદ્દેશ સાથે હાલમાં રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૨૪૨ તાલુકાઓમાં કાર્યરત પત્રકાર એકતા પરિષદ દ્વારા અમરેલી જિલ્લામાં સંગઠનની રચના કરવામાં આવી હતી અને પરિષદ દ્વારા પ્રથમ વખત જ આગામી તા. ૫ માર્ચને રવિવારના રોજ શાંતાબા ગજેરા ઓડિટોરીયમ, સિવિલ હૉસ્પિટલ કેમ્પસ, અમરેલી ખાતે જિલ્લા કક્ષાના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો ઉપરાંત જિલ્લા, તાલુકા અને ગામડાઓમાંથી પણ જિલ્લાભરના પત્રકારો મોટી સંખ્યામાં ઉમટી પડશે. અમરેલીમાં પ્રથમ વખત જ આ રીતે જિલ્લાભરના પત્રકારો એકત્રિત થવાના હોવાથી ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, ઉદઘાટક તરીકે કેન્દ્રિય કૃષિમંત્રી પરશોત્તમ રુપાલા, પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ આઈટી સેલ અધ્યક્ષ સમીરભાઈ બાવાણી, પ્રદેશ મહિલા સેલના અધ્યક્ષ કાજલબેન વૈશ્નવ, કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાંસદ નારણભાઈ કાછડીયા, ઈન્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યો મહેશભાઈ કરાવાલા, હિરાભાઈ સોલંકી, જે. વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, પુર્વ ધારાસભ્યો વિરજીભાઈ ઠુંમર, અમરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દૂધાત, લક્ષ્મી ડાયમંડ ગૃપના અશોકભાઈ ગજેરા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કલેક્ટર ગૌરાંગ મકવાણા, એસપી હિમકરસિંહ, ડીડીઓ દિનેશ ગુરવ તથા સિનિયર પત્રકાર દિલીપભાઈ ભટ્ટ અને સામાજિક અગ્રણી વસંતભાઈ મોવલીયા પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બાવીશી દ્વારા કરાશે.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પીઢ પત્રકાર મનસુખભાઈ રાવળ અને ઉમંગરાય છાંટબારનું વિશેષ સમ્માન કરવામાં આવશે. આ ઉપરાંત નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા રાહતદરે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર એકતા પરિષદ અમરેલીના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમ જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર એકતા પરિષદના ઝૌન ટીમ પ્રભારી રાજેશભાઈ શાહ, સહ પ્રભારી રસીકભાઈ વેગડા, અમરેલી જિલ્લાના પ્રભારી આર. બી. રાઠોડ, કોઓર્ડિનેટર ભવદીપભાઈ ઠાકર, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરુ, ભરતભાઈ વિષ્ણુસ્વામી, રોમીલભાઈ ચૌહાણ, મિલાપભાઈ રુપારેલ, મહામંત્રી પંકજભાઈ મહેતા, દિલુભાઈ વરુ, જયસુખભાઈ સોજીત્રા, જાવેદખાન પઠાણ, સૂર્યકાંતભાઈ ચૌહાણ, કીરીટભાઈ જીવાણી, મંત્રી દિલીપભાઈ રાવલ, યોગેશભાઈ કવીશ્વર, ભાણજીભાઈ બગડા, જીલુભાઈ વાળા, ભરતભાઈ ખુમાણ, ખજાનચી નિલેશભાઈ જાની, સહ ખજાનચી રાજુભાઈ કામદાર, હસમુખભાઈ રામાણી, કાળુભાઈ કનોજીયા, વિજયભાઈ માળી, બાબુભાઈ વાઢેર, કિર્તીભાઈ જોષી, સલાહકાર હિંમતભાઈ સરખેદી, ભરતભાઈ ચૌહાણ, હિરેનભાઈ રવિયા, રવિભાઈ પટણી, મનોજભાઈ સેદાણી, મીડિયાસેલના જૈનિકમાઈ સોજીત્રા, ભાવેશભાઈ વાઘેલા, જયભાઈ સેદાણી, સુરેશભાઈ વાઘેલા, સુરેશભાઈ ગોંડલીયા, પ્રતીકભાઈ સાવલીયા તથા તમામ તાલુકાના પ્રમુખો પ્રદિપભાઈ ઠાકર, દિપકભાઈ કનૈયા, હાર્દિકભાઈ બામટા, જયેશભાઈ જેઠવા, ભીખુભાઈ વોરા, કલ્પેશભાઈ નગદીયા, નટવરલાલ ભાતિયા ઈમરાનભાઈ પઠાણ, સૌરભભાઈ દોશી, મહેશભાઈ વરુ, ડી. ડી. વરુ વગેરે જહેમત ઊઠાવી રહ્યાં છે

પત્રકારોને આઈડી કાર્ડનો ફોટો વોટ્સએપ

પર તાત્કાલીક મોકલવા અનુરોધ કરાયો અમરેલીમાં તા.૫.ના રોજ યોજનારા અધિવેશનમાં જિલ્લાના તમામ પત્રકારોનું સ્મૃતિ ભેટ સાથે સમ્માન કરવાનું હોવાથી જિલ્લામાં ગામડાથી માંડીને તાલુકા કે જિલ્લા કક્ષાએ કામ કરતા પ્રિન્ટ, ઈલેક્ટ્રીક કે ડીજીટલ મીડિયાના તમામ પત્રકારોએ પોતાના પત્રકાર તરીકેના વેલીડ આઈડી કાર્ડનો ફોટો પાડીને ભરતભાઈ વિષ્ણુસ્વામીના મો. ૯૫૭૪૯ ૨૪૮૩૫ પર તા. ૨ માર્ચના બપોરે ૧ વાગ્યા પહેલા વોટ્સએપ કરી દેવા જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.