કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે દિવ્યાંગ રમતવીરોનું પ્રમાણપત્ર આપી સન્માનિત - At This Time

કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે દિવ્યાંગ રમતવીરોનું પ્રમાણપત્ર આપી સન્માનિત


આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા લુણાવાડા પી એન પંડયા કોલેજ ખાતે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા.

આ પ્રસંગે કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, દેશનાં વિકાસમાં યુવાનોનું યોગદાન અતિ આવશ્યક છે ત્યારે લોકશાહીને વધુ સશકત બનાવવા મતાધિકારોનો અચૂકપણે ઉપયોગ કરવો જોઇએ. યુવાનોને કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય ત માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. યુવા વિદ્યાર્થીઓએ મતદાનની મહત્તા સમજીને પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ. આ માટે સ્વયં જાગૃત થઇને મતદાતા તરીકે મતદાન કરવું એ નૈતિક ફરજ છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલે દેશની લોકશાહી વધુ સશકત બને અને મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે નવા યુવા મતદારોને આ તકે પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ વિષય અન્વયે વિડીયો નિહાળ્યો હતો. આ પ્રસંગે આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ સેલ્ફી પોઈન્ટ ઉપર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સેલ્ફી લીધી હતી.

આ પ્રસંગે દિવ્યાંગ રમતવીર રાધાબેન મછારે ઉપસ્થિતિ વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે દિવ્યાંગ રમતવીરોનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રોબેશનલ આઈએએસ અધિકારીશ્રી મહેંક જૈન, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મેનાત, પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ. મામલતદારશ્રી ઇશ્વરભાઇ,સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.