ગોત્રીમાં ઘર પાસે બેઠેલા ધો . 11 ના છાત્ર અને તેના મિત્ર પર પાંચ શખ્સોનો હુમલો . - At This Time

ગોત્રીમાં ઘર પાસે બેઠેલા ધો . 11 ના છાત્ર અને તેના મિત્ર પર પાંચ શખ્સોનો હુમલો .


શહેરના ગોત્રી વિસ્તારમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર એક યુવક અને તેના મિત્રોએ હુમલો કર્યો હતો . આ બનાવ અંગે સગીરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે . ગોત્રી પોલીસે બનાવ સંબંધે આરોપીની ખોજ આરંભી છે . આ બનાવમાં સગીરના મિત્રને માથામાં ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો . આરોપી યુવક સગીરને ફોન કરીને અવાર - નવાર બોગસગીરી બંધ કરવાનું કહીને ધમકી આપતો હતો . મલાના આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી હતી કે , સપન ચાર રસ્તા પાસે પાનનો ગલ્લો ધરાવતો વીર શર્મા મને અવાર - નવાર ફોન કરી બોગસગીરી બંધ કરવાનું જણાવી ધમકી આપતો હતો . દરમિયાન રાત્રે 11 વાગ્યાના સુમારે હું ઘર નજીક બેઠો હતો તે સમયે બુલેટ સવાર વીર શર્મા મારી પાસે ધસી આવ્યો હતો અને અચાનક લાફો માર્યો હતો . આ દરમિયાન મારી સાથેના મિત્ર વિક્કીએ મધ્યસ્થી કરતાં ઉશ્કેરાયેલા વીર શર્માએ ફોન કરી અન્ય શખ્સોને બોલાવતાં વીર શર્માનો ભાઈ ધવલ શર્મા , કરણ માળી , દેવ બારોટ તથા જયરાજ નામના વ્યક્તિઓ બાઈક ઉપર ધસી આવ્યા હતા અને વિક્કીને પટ્ટા તેમજ ગડદા - પાટુનો માર માર્યો હતો . આ હુમલા દરમિયાન વિક્કીને કોઈ યુવાનનું કડું વાગી જતાં તેના માથામાંથી લોહી નીકળવા લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ખસેડવામાં આવ્યો હતો . આ બનાવ અંગે સગીર ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નાંધાવી હતી . જેના આધારે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . ગોત્રી પોલીસે હુમલાખોર આરોપીઓની શોધખોળ આરંભી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.