હળવદ માં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન - At This Time

હળવદ માં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન


હળવદ શહેર અને તાલુકા ની જનતા ને લાભ લેવા આહ્વાન

સ્વ.હસુમતીબેન મણીલાલ દવે ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે પાટિયા ગ્રુપ , ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના ઉપક્રમે આવતીકાલે તારીખ :- ૩૧-૧૨-૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી હળવદ મધ્યે આવેલ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ માં સી.યુ.શાહ મેડિકલ કોલેજ ના નિષ્ણાંત ડોક્ટરો આ કેમ્પ માં પોતાની સેવાઓ આપશે જેમાં હ્રદય રોગ ના નિષ્ણાંત ડોકટર હેમલ ઠકકર , વા અને સંધિવા ના સ્પેશિયલ ડોકટર શ્યામ શાહ , એમ.ડી મેડિસન ડોકટર સુમિત જાદવ , ડૉ. કૃપાલ જે. ભોજાણી , સર્જન ડોક્ટર જીગ્નેશ કાવર , હાડકા ના ડોકટર વરુણ મોદી , ચામડી ના ડોકટર જુબીન શાહ , સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર યશ ભાનુશાલી , આંખ ના ડોકટર ચૈતાલી ચૌધરી અને ડૉ મિરાજ પંચાલ સહિત તજજ્ઞ ડોક્ટરો પોતાની સેવાઓ આપશે અને આ કેમ્પ માં આવેલ દર્દી નારાયણ ની સચોટ તપાસ કરી આપશે અને જરૂરી અને હાજર હસે તે દવાઓ પણ નિઃશુલ્ક પણ આપવામાં આવશે તો હળવદ તુલકા તેમજ આસપાસ ના વિસ્તાર ના જરૂરિયાત મંદ લોકો ને આ કેમ્પ નો લાભ લેવા આયોજકો દ્વારા આહ્વાન કરવામાં આવે છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.