માલિકીની જમીન અન્ય લોકોને ફાળવતા સમાજના આગેવાનોનો વિરોધ કરતા હુમલો કર્યો - At This Time

માલિકીની જમીન અન્ય લોકોને ફાળવતા સમાજના આગેવાનોનો વિરોધ કરતા હુમલો કર્યો


અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારદસક્રોઈ તાલુકાના ભાટ ગામે આવેલી પોતાની માલિકીની જમીન અન્ય લોકોને વહેંચણી કરતા સમાજના આગેવાનોનો વિરોધ કરનાર માલિકો પર હુમલો થયો હતો. બનાવ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં સમાજના આગેવાનો વિરૂધ્ધ સોમવારે રાત્રે ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાટ ગામે રહેતા ગોવિંદ ટોયાભાઈ પરમારે અસલાલીમાં રોહિત નાથા પરમાર, હરીશ સોમા પરમાર અને ભરત ટીસા પરમાર વિરુધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ભાટ ગામની સર્વે નંબર 1283 થી 1290 વાળી જમીન ફરિયાદીના પિતાના નામે છે. આ જમીન પર ફરિયાદી અને તેમના ભાઈઓના પણ વારસદાર તરીકે નામ છે. ગત રવિવારે રાત્રે ફરિયાદીના રોહિત સમાજના આગેવાનો ગૌતમભાઈ, રોહિતભાઈ, હરીશભાઈ અને ભરતભાઈએ ભાટ ગામ રોહિત વાસ ચામુંડા માતાના મંદિર પાસે મિટિંગ રાખી હતી. આ મિટિંગમાં આગેવાનોએ રોહિત સમાજના આગેવાનોએ સમાજના અન્ય લોકોને સર્વે નંબર 1283 થી 90 વાળી જમીનમાં પ્લોટિંગ કરી વહેચણી કરવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે ગોવિંદભાઇ ટોયાભાઈ અને તેમના ભાઈ ભરત ટોયા અને બળદેવભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. ફરિયાદીએ સમાજના આગેવાન ગૌતમભાઈ સહિત ચારે જણાને જણાવેલ કે તમો અમારી માલિકીની જમીન અમોને પૂછ્યા વગર અન્ય લોકોને વહેચણી કરવાની કેમ વાતો કરો છો.આગેવાન ગૌતમભાઈએ અપશબ્દો બોલી આગેવાનો કરે તે ખરું તેમ જણાવ્યું હતું. ફરિયાદીના ભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓએ તેઓ પર હુમલો કર્યો હતો. ફરિયાદી અને તેના ભાઈઓ પર આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. ફરિયાદીના કુટુંબી ભાઈઓ આવી જતા તમામને બચાવ્યા હતા. આરોપીઓએ ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો છે, ફરી જાનથી મારી નાખીશું. બનાવ અંગે ફરિયાદીએ પોલીસને જાણ કરતા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.