ગોતાની રોયલ રેસિડન્સીમાં બેંક કલાર્ક અને વેપારી વચ્ચે નાણાંની લેતીદેતીમાં મારામારી - At This Time

ગોતાની રોયલ રેસિડન્સીમાં બેંક કલાર્ક અને વેપારી વચ્ચે નાણાંની લેતીદેતીમાં મારામારી


અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારગોતા રોયલ રેસિડન્સી ખાતે બેન્ક કલાર્ક અને વેપારી વચ્ચે નાણાંની લેતીદેતીમાં મારમારીનો બનાવ બન્યો હતો. સોલા પોલીસે બન્નેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોતા રોડ પર ગુજરાત અબુંજા બેન્કમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ચિરાગ પટેલે સોલામાં અજય પંચાલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ચિરાગભાઈએ તેમના મિત્ર જયેશના કહેવાથી અજયને 20 હજાર રૂપિયા એક દિવસ માટે ઉછીના આપ્યા હતા. જોકે અજયે પૈસા ના ચૂકવતા ચિરાગભાઈ તેઓની દુકાને પહોંચ્યા હતા. ચિરાગે અજયની પત્નીને તેના પતિ વિશે પૂછતાં તે હાજર ન હોવાનું જણાવ્યું હતું. અજયની પત્નીએ પતિને ફોન લગાવી વાત કરાવતા ચિરાગે હું પૈસા લેવા આવ્યો છું. તેમ જણાવતા અજયે તું ત્યાં જ રહેજે હું આવું છું. અજયે દુકાન પર આવી ચિરાગને તું કેમ અહીં આવ્યો તેમ કહી અપશબ્દો બોલી કાતર લઈ મારવા દોડ્યો હતો. ચિરાગે કાતર પકડી લીધી દરમિયાન લોકો ભેગા થયા હતા. ચિરાગે પોલીસને જાણ કરી ફરિયાદ કરી હતી. બીજી તરફ રોયલ રેસિડન્સીમાં શ્રીજી ફેબ્રિક્સ ડિઝાઇનના નામે વેપાર કરતા અજય પંચાલે સોલામાં ચિરાગ પટેલ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ચિરાગભાઈને ત્યાં એક્ટિવા મૂકી ઉછીના પૈસા લીધા હતા. ચિરાગભાઈએ દુકાને આવી મારા પૈસા આપો તેમ કહેતા અજયે પત્નીને પોલીસને ફોન કરવા કહ્યું હતું. ઉશ્કેરાયેલા ચિરાગે અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. બનાવ અંગે સોલા પોલીસે બન્નેની ફરિયાદ આધારે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.