ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ગઈ કાલ તા.૨૦/૧૨/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે મળેલ હકિકત આધારે ખોડીયાર મંદીર ચોકડી ખાતેથી સિહોર પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.નં ૧૧૧૯૮૦૪૭૨૨૦૫૦૨ પ્રોહી એક્ટ કલમ ૬૫એ,ઇ,૧૧૬બી, મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી *પીન્ટુભાઇ રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.રાજપરા, પ્લોટ વિસ્તાર, ખોડીયારમંદીર રેલવે સ્ટેશન રોડ, તા.સિહોર જી.ભાવનગર* વાળાને ઝડપી હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફ નાં હરેશભાઈ ઉલવા, જય દાનભાઈ લાંગાવદરા, હિરેનભાઈ સોલંકી, બીજલભાઇ કરમટીયા, હરીચંન્દ્રસિહ ગોહીલ, શક્તિસિહ સરવૈયા, નિતિનભાઇ ખટાણા વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.