ઉપલેટાના પૂર્વ નગરપતી એવા સ્વ. જેઠાભાઈ ડેરના સ્મરણાર્થે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૫૫ ૨ક્તદાતાઓ દ્વારા ૨કતદાન કરાયું - At This Time

ઉપલેટાના પૂર્વ નગરપતી એવા સ્વ. જેઠાભાઈ ડેરના સ્મરણાર્થે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૫૫ ૨ક્તદાતાઓ દ્વારા ૨કતદાન કરાયું


પુર્વે મંત્રી, પુર્વે ધારાસભ્ય સહીતના રાજકીય સામાજીક આગેવાનોની વિશાળ ઉપસ્થીતી જોવા મળી

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૩, સમગ્ર સૌરાષ્ટ્રમાં એક નિડર આગેવાનની છાપ ધરાવતા તેમજ કાયદાના જાણકાર કાયમ નાના અને જરૂરીયાતમંદ લોકો માટે અવાજ ઉઠાવી પડખે ઉભા રહેતા પુર્વે નગ૨પતી, આહિર આગેવાન અને ભગવાન તરીકેની છાપ ધરાવતા સ્વ. જેઠાભાઈ ફોગલભાઈ ડેરનું તાજેતરમાં જ અવસાન થતાં આવી વિરલ વિભુતીને શ્રધ્ધાંજલી અને રકતાંજલી અર્થે ઉપલેટાના ચકલી ચોરા ગ્રુપ તેમજ શ્રી વિક્રમ ચૌક આહિર યુવક મંડળ ઉપલેટા દ્વારા તા. ૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ને રવિવારે સવારે ૮ વાગ્યાથી બપોરના ૩ સુધી ઉપલેટાના ચંદ્રવાડીયા શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના હિત માટે આશા બ્લડ બેંક પોરબંદરના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલે હતું જેમાં ઉપલેટામાં યોજાયેલ આ કેમ્પને ઉપલેટા શહેરની મોટા ભાગની સામાજીક, સેવાકીય, ધામિઁક સહીતની જુદી-જુદી હિન્દુ અને મુસ્લીમ જ્ઞાતિની ૫૦ થી વધુ સંસ્થાઓ, સમાજોએ પોતાનો સહયોગ આપેલ હતો અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડ્યા હતા અને ઐતિહાસીક એટલે કે ૫૫૫ બોટલ રક્ત એકત્ર થયેલ છે.

ઉપલેટામાં યોજાયેલ આ પ્રસંગમાં પુર્વે સાંસદ, પુર્વે મંત્રી બળવંતભાઇ મણવર, પુર્વે સંસદીય સચીવ એન.પી. કાલાવડીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, લલીતભાઇ વસોયા, તા.પ.ના પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડીયા, આહિર અગ્રણી વિકમભાઈ સુવા (ડાડા), પૂર્વ નગ૨પતીઓ જેમ કે દાનભાઈ ચંદ્રવાડીયા, નાથીબેન ડેર, મયુરભાઈ સુવા, બાબુભાઈ ડેર, રણુભા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, સોશ્યલ ગ્રુપના પ્રમુખ નિતીનભાઈ અઘેરા, અગ્રણી બિલ્ડર ધરણાંતભાઈ સુવા, જીલ્લા બેંકના ડીરેકટર હરિભાઈ ઠુંમર (ભોલે), સહકારી સંઘના ઉપપ્રમુખ લખમણભાઇ સુવા (શેઠ), પૂર્વ આચાર્ય લક્ષ્મણભાઈ ઘુલ, નગર શેઠ અમીતભાઈ શેઠ, જીલ્લા ભાજપના રવીભાઇ માકડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, પીઠળ ગ્રુપના દિપકભાઇ સુવા, કિશોરભાઈ સુવા, તા.પ.ના પુર્વે પ્રમુખ લાખાભાઇ ડાંગર, મહિલા આગેવાન ભારતીબેન બાબરીયા, મુસ્લિમ આગેવાન રજાકભાઈ હિંગોરા, શિક્ષક ભાવેશભાઈ સુવા, પ્રવિણભાઇ દલસાણીયા, ગોપાલભાઇ ઝાલાવડીયા, ભાદાભાઈ બોરખતરીયા, અશોકભાઈ શેઠ, ગઢાળાના નારણભાઇ આહિર, સહકારી આગેવાન કમલેશ ચંદ્રવાડીયા સહીત ગામડાના સરપંચો, બિલ્ડરો, ઉદ્યોગપતીઓ, વેપારીઓ રાજકીય, સામાજીક, સેવાકીય આગેવાનો શહેર અને તાલુકાના તેમજ આસપાસના પંથકના આહિર સમાજના તેમજ અન્ય અઢારે વરણના આગેવાનો, યુવાનો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.

સ્વ. જેઠાભાઈ ડેરને શ્રધ્ધાંજલી અને રકતાંજલી અર્થે યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા ચકલી ચોરા ગ્રુપ અને ઉપલેટા વિક્રમ ચોક યુવક મંડળના સભ્યોએ જેહમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે આયોજકો દ્વારા સાથ અને સહકાર આપનાર દાતાઓ ભેટ પણ અર્પણ કરી હતી અને સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.