જામકંડોરણામાં ખેતરના રસ્તા બાબતે તકરારમાં કોર્ટ કેસમાં કેસ હારી જનારે જીતનારના પુત્ર પર કર્યો જીવલેણ હુમલો - At This Time

જામકંડોરણામાં ખેતરના રસ્તા બાબતે તકરારમાં કોર્ટ કેસમાં કેસ હારી જનારે જીતનારના પુત્ર પર કર્યો જીવલેણ હુમલો


ખેતરના રસ્તા બાબતમાં થયેલ કોર્ટ કેસમાં જેમના તરફનો હુકમ આવ્યો તેમના પુત્ર પર થયો જીવલેણ હુમલો

અગાઉ પણ જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયા ભોગ બનનારને હેરાન કરતા હોવાની એસ.પી. અને ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ

ફરિયાદીને બદલે આરોપીઓ સાથે જામકંડોરણા પોલીસની ખુલ્લી મિલીભગતથી સુરેન્દ્રનગર જેવી ઘટના બનવાના પૂરા એંધાણ શરૂ

(આશિષ લાલકિયા દ્વારા)
જામકંડોરણા તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૩, જામકંડોરણામાં ખેતીની જમીનના રસ્તા બાબતે તકરારમાં થયેલ કોર્ટ કેસમાં ફરિયાદીના પુત્ર પર પોલીસની ખુલ્લી મિલીભગતથી હુમલો થયો હોવાની બાબત સામે આવી છે અને આ સમગ્ર મામલામાં સ્થાનિક જામકંડોરણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એમ. ડોડીયાની આરોપીઓ સાથેની ખુલ્લી મીલીભગત અને સાંઠગાંઠથી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે જેથી આ બાબતે ઈજાગ્રસ્ત યુવકે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું પણ પોલીસ પાસેથી માહિતીઓ સામે આવી છે જો કે અન્ય વ્યક્તિઓને પણ મામલો ઠંડો પડે ત્યાં સુધી નહિ અટક કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર રાજેશભાઈ નરશીભાઈ લાલકિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના દૂધના વ્યવસાયને લઈને તેમના વિતરણના કામ અર્થે લગવા ભરતા હતા તે દરમિયાન તેમની વાડી પાસેના શેઢા પાડોશી અપ્પુ વસંત રાદડિયાએ તેમના પર પછાડથી પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી તેઓ નજીકના ડેલામાં બચવા માટે ઘૂસી ગયા ત્યારે હુમલો કરના અપ્પુ પણ ડેલામાં ઘૂસી ગયો અને ફરી હુમલો કરતાં ડેલામાં રહેલ મહિલાને પણ પાઇપનો ઘા લાગ્યો હતો જે બાદ તે ત્યાંથી ભાગી છૂટયો હતો અને સાથે અન્ય રાજેશ વસંત રાદડિયા અને વસંત રવજી રાદડિયાએ ફરિયાદી રાજેશભાઈ ને જાહેરમાં બેફામ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા ત્યારે મારામારીમાં ઈજાગ્રસ્ત રાજુભાઈએ પોતાના પરિવારના સભ્યોને ફોનથી જાણ કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સમગ્ર બાબતની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં મૂળ ખેતીની જમીનના રસ્તાના ગાડામાર્ગની તકરાર છે જેમાં ભોગ બનનાર રાજેશભાઈના પિતાએ જમીનના રસ્તા બાબતે કરેલ કોર્ટ કેસમાં નિર્ણય તેમના પિતાની તરફેણમાં આવતા હુમલો કરનાર વ્યક્તિઓ દ્વારા તેમના પર હુમલો કારવામાં આવ્યો હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું છે અને સાથે પરિવારે એવું પણ જણાવ્યું છે કે, જમીનના રસ્તા બાબતના કેસમાં જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયા આરોપીને ખુલ્લી સમર્થન કરીને ઈજાગ્રસ્ત રાજેશભાઈ લાલકિયાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને ગાળાગાળી કરી માનસિક હેરાન કરતાં હોવાની રાવ કરી છે જેથી આ બાબતમાં જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયા આરોપીઓને સમર્થન કરીને રાજુભાઈ લાલકિયાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે તે બાબતની લેખીત ફરિયાદ રાજુભાઈના પિતા નરશીભાઈ લાલકિયાએ રાજકોટ જિલ્લા પોલીસ વડાથી લઈને ગૃહપ્રધાન સુધી કરી છે.

આ અંગે જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયાનો રાત્રે સંપર્ક કરતાં એવું જણાવ્યું છે કે, આ બનાવમાં કોઈ વિરૂધ્ધના પુરાવા નથી મળ્યા એટલે અમે કોઇની અટક નથી કરી તેવું જણાવે છે પરંતુ આ બાબતે જ્યારે જામકંડોરણા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. ને ફોન કરતાં એક ની અટક કરી હોવાનું સવારે જણાવ્યું હતું ત્યારે પોલીસ આ કેસમાં કોઈનો જીવ જસે તો ચોક્કસ જવાબદાર બનસે કારણ કે થોડા સમય પહેલા જ પોલીસની આરોપીઓ સાથેની સાંઠગાંઠ અને ફરિયાદીને સમર્થન ના કરીને આરોપીવન સમર્થન કરતાં હત્યાની ઘટના બની છે જેની સાહી હજુ સુકાઈ નથી ત્યાં જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયા ફરિયાદીને નહીં પણ આરોપીવન પૂરતું સમર્થન કરી અને કોર્ટ કાયદાને ખુલ્લો પડકાર આપે છે અને મીડિયાને પણ ધમકાવવાના પ્રયત્ન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે.

આ બનાવમાં જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયા આરોપીને પૂરતું સમર્થન કરતી અને કોર્ટના હુકમને ઘોળીને પી ગયા છે અને ફરિયાદીને હજુ પણ સમર્થન ના કરીને આરોપીઓને ખુલ્લુ સમર્થન કરતાં પણ જણાઈ રહ્યા છે ત્યારે આ બનાવમાં પોલીસ ખોટી રીતે ફરિયાદીને અરજીના બહાને બોલાવી પોલીસ સ્ટેશનમાં હેરાન કરી રહી છે ત્યારે આ બાબતમાં ફરિયાદી રાજુભાઈના પરિવારે માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરશે તો પોલીસની જવાબદારી રહેશે તેવી લેખીત ફરિયાદ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે કોર્ટના હુકમને સમર્થન કરવાને બદલે આરોપીવન સમર્થન કરનાર જામકંડોરણા પી.એસ.આઈ. વી.એમ. ડોડીયા સામે તપાસના આદેશ મળે છે કે મામલાને દબાવા માટે ફરી ફરિયાદીને હેરાન કરે છે તે અધિકારીની કાયદા પ્રત્યેની નિસઠા ઉપર નિર્ભર છે.

તસવીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.