શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરી શિક્ષણ આપવાનો પ્રયાસ-વિંછીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/osdq3lbyqsoxl33z/" left="-10"]

શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરી શિક્ષણ આપવાનો પ્રયાસ–વિંછીયા


શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરી શિક્ષણ આપવાનો પ્રયાસ--વિંછીયા

સમગ્ર શિક્ષા અને આરટીઈ 2009 હેઠળ 6 થી 19 વર્ષના તમામ બાળકો ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે જરૂરી છે. સમગ્ર શિક્ષા રાજકોટના માર્ગદર્શન હેઠળ વિંછીયા તાલુકામાં 6 થી 19 વર્ષની વયજૂથના જે બાળકો શિક્ષણથી વંચિત રહેલ, અધ્વચ્ચેથી શાળા છોડી ગયેલ બાળકોને ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવવા માટે વિંછીયા તાલુકાના બાળકોના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત કાર્યશીલ એવા શ્રી હિતેશભાઈ ખલ્યાણી બી.આર.સી. કોર્ડીનેટર વિંછીયા દ્વારા શાળા વાઈઝ ક્યાં શિક્ષક? ક્યાં વારે? ક્યાં વિસ્તારમાં જશે તેનું સંપૂર્ણ માઈક્રો પ્લાનિંગ સાથે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ આચાર્યશ્રી ટીમ લીડર્સ તરીકે શાળા બહારના બાળકો, ડ્રોપઆઉટ બાળકોના સર્વે માટે શાળાના શિક્ષકોને જ વિસ્તાર, ઝૂંપડપટ્ટી, મહોલ્લા જેવા વિસ્તાર ફાળવીને આ કામગીરી પૂર્ણ કરશે. સર્વેમાં મળી આવેલા બાળકો નું એકંદર અને મોનિટરીંગ જે તે ક્લસ્ટરના સીઆરસી કોડીનેટર શ્રી દ્વારા કરવામાં આવશે. દરેક ક્લસ્ટરના એકંદર આવ્યા બાદ સર્વેમાં મળી આવેલ બાળકોની માહિતી બી.આર.સી ભવન વિંછીયા દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી રાજકોટને આપવામાં આવશે. જેના આધારે બાળકો ધોરણ 1 થી 12 નું શિક્ષણ મેળવી શકે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શાળા બહારના બાળકો, અધવચ્ચેથી શાળા છોડી ગયેલા બાળકો, ઓનેટ્રેક બાળકોના સર્વેની કામગીરીમાં શાળાની એસએમસી, શિક્ષકો, આચાર્યો, બીઆરસી ભવન
નો સ્ટાફ, બીઆરપી, સ્પેશિયલ એજ્યુકેટર્સ, આઈઈડી એસ.એસ., વોકેશનલ ટ્રેનર્સ, બાળમિત્રો, સીઆરસી બી.આર.સીનો સહયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]