બરડા સાગર ડેમ માંથી માટી કાઢવા બાબત ખેડૂતો રોષે ભરાયાં - At This Time

બરડા સાગર ડેમ માંથી માટી કાઢવા બાબત ખેડૂતો રોષે ભરાયાં


બરડા સાગર ડેમ માંથી માટી કાઢવા બાબત ખેડૂતો રોષે ભરાયાં

સરકાર દ્રારા સુજલામ-સુફલામ યોજના અર્તગત જળાશયોમાંથી માટી કાઢવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ પોરબંદરના બરડા પંથકમા આવેલા બરડા સાગર ડેમમાંથી માટી કાઢવાની કામગીરીનો ખેડુતો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી . ખેડુતોના જણાવ્યા અનુસાર ડેમમાંથી માટી કાઢવામા આવશે તો તળના પાણી ખારા જઈ જશે આજે આ વિસ્તારના ખેડુતોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.અન્યથા આદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. બરડા સાગર આસપાસના 14 ગામોના ખેડુતોએ ક્ષાર અંકુશ અને ખાણી ખનીજ વિભાગને કરેલી રજૂઆતમા એવુ જણાવ્યુ છે કે સુજલામ સુફલામ યોજના અતંગત બરડા સાગર ડેમમાંથી માટી કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ માટી કાઢવાના કારણે આ વિસ્તારના તળ ખારા જઇ જશે અને ખેડુતને મોટુ નુકશાન થશે ડેમ આસપાસના 14 ગામોન ખેડુતો બરડા સાગર ડેમ આધારીત છે. જયારે આ ડેમમા પાણી હોય ત્યારે ખેડુતો સિંચાઈ માટે આ ડેમના પાણીનો ઉપયોગ કરે છે. તેમજ માટી કાઢવામા આવશે તો તળ ખારા થઈ જશે અને આ વિસ્તારના ખેડુતો સિંચાઈના પાણીનો ઉપયોગ નહી કરી શકે અને રાતા પાણીએ રોવાનો વારો આવશે માટી કાઢવાની કામગીરીને લઇ વિરોધ બાદ વૈજ્ઞાનિક ઢબે પરિક્ષણ કરવામા આવ્યુ તેમા પણ માટી કાઢવાના કારણે પાણી ખારૂ થઇ ગયું હોવાનુ જણાવ્યુ હતુ તેમ છતા હજુ પણ માટી કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યાર આ વિસ્તારના ખેડુત આગેવાન હિતેષ મોઢવાડીયા સહિતના ખેડુત આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યુ હતુ અને જો માટી કાઢવાની કામગીરી બંધ કરવામા નહીં આવેતો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.