તસ્કરોએ ૧૦ દિવસમાં ૧૫ જગ્યાએ તાળા તોડયાઃ નગરજનોના જાન-માલના રક્ષણની માંગ - At This Time

તસ્કરોએ ૧૦ દિવસમાં ૧૫ જગ્યાએ તાળા તોડયાઃ નગરજનોના જાન-માલના રક્ષણની માંગ


મોડાસાના અમુલ કોમ્પલેક્ષમાં એક સાથે સાત દુકાનો ઓફિસોને તાળાં તૂટ્યાં લાખોની ચોરી. રવિવારની રાત્રે કોમ્પલેક્ષમાં ઘૂસેલા તસ્કરોએ શરાફી મંડળી, બ્યુટીપાર્લર, સ્પોર્ટ સેન્ટર, ગ્રાફિકસ સહિતની દુકાનોમાં ચોરી કરી, ટાઉન પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી તસ્કરો ડિવીઆર પણ ઉઠાવી ગયા.અમુલ કોમ્પલેક્ષ માં ચકચારી ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોએ ઉમા શરાફી મંડળીના તાળા તોડી અંદરથી સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયા હતા.જયારે સ્પોર્ટસ સેન્ટરમાંથી બેટ, દડા સહિત સ્પોર્ટસની આઈટમો તેમજ અમુલ સ્ટેશનરી પાસે પાર્ક કરાયેલ કોમ્પલેક્ષના રહીશનું બાઈક ચોરી લીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.