રોકડ રૂ.૧૭,૨૫૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ortrkzolmn9mqhsu/" left="-10"]

રોકડ રૂ.૧૭,૨૫૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો, હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે એમ પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૩/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન પો.કો, તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને મળેલ માહિતી મળેલ કે, કુંભણ ગામે ગઢાણ વિસ્તારમાં આવેલ બાવળની કાંટમાં બેટરીના અંજવાળે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા ગ્રામ્ય પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ

આરોપીઓઃ-

1. સાજીદભાઇ ઇકબાલભાઇ સમા ઉ.વ.૩૪ રહે શાંતીબાગ પાસે,ધોળા મામાના ધક્કે,મહુવા જી.ભાવનગર

2. અબ્દુલ ઉર્ફે ચકો હબીબભાઇ બાગોત ઉ.વ.૫૪ રહે.જે.પી સ્કુલની પાછળ,મહુવા જી.ભાવનગર

૩. કાળુભાઇ હુસૈનભાઇ કુરેશી ઉ.વ.૩૩ રહે.કુંભણ, તા.મહુવા જી.ભાવનગર

4. ફારૂકભાઇ બાલાભાઇ મોગલ ઉ.વ.૧૯ રહે.કુંભણ, તા.મહુવા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ-

ગંજીપત્તાનાં પાના-પર તથા રોકડા રૂ.૧૭,૨૫૦/- મળી કુલ કિ.રૂ.૧૭,૨૫૦/- નો મુદ્દામાલ

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્રસિંહ સરવૈયા ભહેશભાઇ પંડયા, પીનાકભાઇ બારૈયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]