શ્રી કડવા પાટીદાર સ્કૂલ બોટાદમાં કરાટે સ્પર્ધા નું આયોજન - At This Time

શ્રી કડવા પાટીદાર સ્કૂલ બોટાદમાં કરાટે સ્પર્ધા નું આયોજન


તાજેતરમાં તારીખ 19 9 2022 ને સોમવારના રોજ આતર શાળા કક્ષાએ કરાટે સ્પર્ધાનું આયોજન શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સ્કૂલમાં થયું જેનું આયોજન સ્પોર્ટ્સ કરાટે એસોસિયન ના પ્રમુખ રાઠોડ લાલજીભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ હોશભેર ભાગ લીધો અને બાળકોને પ્રથમ દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ ઝાખણીયા શિક્ષણ ગણ અને કરાટે કોચ રાઠોડ લાલજીભાઈના હસ્તક દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને પ્રથમ ક્રમાંક મેળવેલ દરેક વિદ્યાર્થીને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા ક્રમાંક મેળવેલ દરેક વિદ્યાર્થીઓને અને કોચ લાલજીભાઈ રાઠોડ ટીમને શાળા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.