ભારતીય જનતા યુવા મોરચા બોટાદ જિલ્લા દ્વારા ગઢડા વિધાનસભા ૧૦૬ આયોજિત - At This Time

ભારતીય જનતા યુવા મોરચા બોટાદ જિલ્લા દ્વારા ગઢડા વિધાનસભા ૧૦૬ આયોજિત


રન ફોર ડેવલપમેન્ટ ( મેરેથોન ) ગઢડા એમ.એમ હાઇસ્કૂલ થી જે સી કુમારપ્પા કોલેજ સુધી મેરેથોન દોડ નું આયોજન કરાયું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આ કાર્યક્રમમાં યુવાનોને પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવનાર સ્પર્ધકને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું ભાગ લેનાર તમામ સ્પર્ધકને ટીશર્ટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગઢડા શહેર ના યુવા મોરચા પ્રમુખ વિજયભાઈ શેફાતરા, તેમજ મહામંત્રી અશોકભાઈ ડેરવાળિયા તેમજ ભાર્ગવભાઈ ભડીયાદરા, યુવા મોરચાના ઉપપ્રમુખ ગોપાલભાઈ ભુરખીયા, કિશનભાઇ ચૌહાણ બોટાદ જિલ્લાના પૂર્વ મોરચા મહામંત્રી દીપકભાઈ સોની ગઢડા તાલુકા ના યુવા મોરચાના પ્રમુખ અનિલભાઈ ગોલેતર તેમજ ગઢડા તાલુકાના યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.