સાબરકાંઠા જિલ્લાના:- વડાલી શાળા -4 રામનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oqmcbqdhbgh5qsfo/" left="-10"]

સાબરકાંઠા જિલ્લાના:- વડાલી શાળા -4 રામનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો……


સાબરકાંઠા જિલ્લાના:-
વડાલી શાળા -4 રામનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો......
-----------------------------------------------------------------------------
સાબરકાંઠામાં:-
રાજ્ય સરકાર દ્વારા યોજિત કન્યાકેળવની મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે વડાલી શાળા નબર-4 માં ડો.નરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ આર્ટસ કોલેજ વડાલીના અધ્યક્ષ સ્થાને યોજાયો..

જેમાં વડાલી નગરપાલિકા પ્રમુખ હંસાબેન સગર,નગરપાલિકા સદસ્ય કે.ડી.પરમાર સાથે નેહાબેન જૈન તેમજ વડાલી તાલુકા શાળા નંબર 1 ના SMC અધ્યક્ષ મેમન ફારૂક ભાઈ ગોલ્ડન સાથે વડાલી તાલુકા શાળા નંબર 1 ના આચાર્ય શ્રી દિનેશ ભાઈ પરમાર તેમજ અશોકભાઈ ખાંટ તથા અન્ય સદસ્યશ્રીઓ તથા પૂર્વ સી.પી.આઈ.આયદાનજી ગઢવી તથા તેમના ધર્મપત્ની શોભનાબેન ગઢવી તથા અન્ય મહેમાનો તથા રામનગરના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

શાળા દ્વારા મહેમાનોનું ફુલહાર તેમજ સાલ ઓઢાળી અને મોમેન્ટો આપી સન્માન અને સ્વાગત કરાયું હતું.ત્યારબાદ ધો.1 માં 27 બાળકોને તિલક,ફુલહાર અને સ્કૂલબેગ આપી સન્માન કરી પ્રવેશ આપવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.

રિટાયર્ડ CPI આયદાનજી ગઢવી સાહેબ ના પરિવાર દ્વારા શાળાને રૂ.11,000/-નું દાન રોકડમાં આપવામાં આવ્યું..

છેલ્લે શાળાના આચાર્ય શ્રીગીરીશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]