રાજકીય પક્ષોએ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની માહિતી સમાચાર માધ્યમોમાં જાહેરાત તરીકે પ્રકાશિત કરવી પડશે. - At This Time

રાજકીય પક્ષોએ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની માહિતી સમાચાર માધ્યમોમાં જાહેરાત તરીકે પ્રકાશિત કરવી પડશે.


ચૂંટણીપંચ દ્વારા થયેલા બદલાવો

રાજકીય પક્ષોએ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની માહિતી સમાચાર માધ્યમોમાં જાહેરાત તરીકે પ્રકાશિત કરવી પડશે.

યુવા મતદારોને મતદાન પ્રક્રિયાનો વિશિષ્ટ અનુભવ આપવા માટે ખાસ મતદાન મથક તૈયાર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં એક એવું મતદાન મથક હશે જ્યાં તે જિલ્લાના ચૂંટણી પ્રક્રિયામાં કામ કરવા માટે યોગ્ય સૌથી નાની ઉંમરના અને નવા ભરતી થયેલાં કર્મચારીઓ રહેશે. સમગ્ર રાજ્યમાં આવા 33 મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીપંચ માત્ર માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા જ સંચાલિત થતા હોય તેવા 1274 મતદાન મથકો ઊભા કરશે. જેમાં પોલીસ અને ચૂંટણીકર્મચારીઓ માત્ર મહિલાઓ જ હશે. આ ઉપરાંત 182 પોલિંગ સ્ટેશન વિકલાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત થશે.

વાગરા વિધાનસભા બેઠકમાં 69 નંબરના અલિબાગ મતદાન મથકના મતદારોએ 80 કિ.મી.નો પ્રવાસ કરીને મતદાન માટે આવવું પડે છે. તેમને બસમાં મતદાન માટે લાવવામાં આવતા હતા. આથી આ ચૂંટણીમાં એક શિપિંગ કન્ટેનરને મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. તેમાં ચૂંટણીના મતદાન મથકમાં ખાતરી આપવામાં આવેલી તમામ લઘુત્તમ સુવિધાઓ હશે. ચૂંટણી કર્મચારીઓ જાફરાબાદથી 15 કિમી દૂર અરેબિયન સમુદ્રમાં આવેલા શિયાલ બેટમાં બોટથી પહોંચશે અને 4,757 મતદારોના મતદાનની સુવિધા આપશે. આ ઉપરાંત ગીરસોમનાથ જિલ્લામાં માધવપુર, જમાલપોર ગામોમાં વસતા સિદ્દી સમુદાયના મતદારો માટે ત્રણ મતદાન મથકો બનાવવામાં આવશે. પૂર્વ આફ્રિકામાં મૂળ વતન ધરાવતા આ સમુદાયના પૂર્વજો સદીઓ પહેલાં ગુજરાત આવીને સ્થાયી થયાં હતાં.

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, કોઈ પણ મતદાતા જો કોઈ ફરિયાદ કરવા માગે છે. કોઈ પણ ઉમેદવાર અથવા પાર્ટી દ્વારા તેમને પ્રભાવિત કરવામાં આવે છે, તો તેઓ મોબાઈલથી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનીટમાં એક ટીમ બનાવીને 100 મિનીટમાં ફરિયાદનું સમાધાન લાવવામાં આવશે. આ સાથે ચૂંટણી દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે, તો તેઓ ઘરેથી જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

ચૂંટણી દરમિયાન પ્રશાસનને સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ અંગે સૂચના આપવામાં આવી છે. જિલ્લા અધિકારીઓને સોશિયલ મીડિયા ટીમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીઓ ઓફિસમાં પણ ટીમ રહેશે. એ લોકો એવા ફેક ન્યૂઝ પર નજર રાખશે જે શાંતિ વ્યવસ્થાને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યા હોય અથવા મતદાતાઓને એક ફેવરમાં લાવવા માટે કરવામાં આવ્યા હોય. વહીવટીતંત્ર એવા લોકો પર યોગ્ય કાર્યવાહી કરશે.

રિપોર્ટર: એ. જે. ગેગડા (કાલાવડ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.