આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભાસ પાટણમાં BSFના જવાનો સાથે તાલુકા પોલીસે કર્યું ફુટ પેટ્રોલીંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tnmd6vikmxcadags/" left="-10"]

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભાસ પાટણમાં BSFના જવાનો સાથે તાલુકા પોલીસે કર્યું ફુટ પેટ્રોલીંગ


આજ રોજ ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણમાં BSFના જવાનો સાથે તાલુકા પોલીસે ફુટ પેટ્રોલીંગ કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા એસ.પી મનોહર સીહ જાડેજા તથા ડી.વાય.એસ.પી ખેંગાર તથા પ્રભાસપાટણનાપી.આઇ..ગોહિલ ની સુચના અનુસાર પ્રભાસ પાટણ નવ નિયુકત પી.એસ.આઇ બી.ડી.માવડીયા તથા એ.એસ.આઇ.ભાલીયા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.પ્રભાસ પાટણ માં મેઇન બજાર રોડ સોમનાથ વિસ્તાર તથા સંવેદનશીલ જગ્યાઓ પર કાયદો અને‌ વ્યવસ્થા જળવાય રહે તેમજ શાંતિ વાળા માહોલમાં ચુંટણી યોજાઈ અને અનિચ્છનીય બનાવો ન બને તે માટે પ્રભાસ પાટણ માં બીએસએફ ના જવાનો સાથે ફુટ પેટ્રોલીંગ કરેલ હતું
ફુટ પેટ્રોલીંગ દરમિયાન પ્રભાસ પાટણ ના પી.એસ.આઇ બી.ડી.માવડીયાતથાએ.એસ.આઇ ભાલીયા તથા બીએસએફ ના જવાનો સાથે પ્રભાસ પાટણ માં ફૂટ પેટ્રોલિંગ કરેલ હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]