ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ‘ડાયમંડ એક્સચેન્જ’ આઈડીમાં સટ્ટો રમતો નૈમીશ હિંડોચા ઝડપાયો - At This Time

ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ‘ડાયમંડ એક્સચેન્જ’ આઈડીમાં સટ્ટો રમતો નૈમીશ હિંડોચા ઝડપાયો


ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ક્રિકેટ સટ્ટાની કુખ્યાત આઈડી ‘ડાયમંડ એક્સચેન્જ’ માં જુગાર રમતાં નૈમીશ હિંડોચા નામના શખ્સને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે દબોચી તપાસમાં તેને રૂપેશ કારીયા નામના બુકીએ આઈડી આપ્યાનું ખુલ્યું હતું. પોલીસે આઈડી આપનાર બુકીની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, આર્થિક ગુન્હા નિવારણ શાખાના ઇન્ચાર્જ પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં પીએસઆઇ સી.બી.જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ આર.કે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ પાલરીયાને નૈમીશ હિંડોચા નામનો શખ્સ ગુજરાત હાઉસીગ બોર્ડ પાસે હેર લાઇન પાર્લર પાસે પોતાના મોબાઇલ ફોનમાં આઈ-ડી મારફતે આઇપીએલ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલકતા નાઇટ રાઇડર્સ અને બેગ્લોર આરસીબી વચ્ચે ચાલતી ક્રીકેટ મેચ હાર-જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત હાઉસીગ બોર્ડ નજીક હેર લાઇન પાર્લર પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં શખ્સને પકડી તેનું નામ પૂછતાં નૈમીશ વિનયકાંન્ત હીડોચા (ઉ.વ.42),(રહે. 150 ફુટ રીગ રોડ ફોર્ડના શો-રૂમ વાળી ગલીમા મોન્ટાબેલા એપાર્ટમેન્ટ સી/402 રૈયા ટેલિફોન એક્સ્ચેન્જ પાસે) નું જણાવ્યું હતું.
આરોપીની પાસે રહેલ મોબાઇલ ફોન જોતા ગુગલ ક્રોમમા ડાયમન્ડ એક્સચેન્જ 789.કોમ નામની આઈ.ડી સ્ક્રીન જોવામાં આવેલ, જેમાં કોલકતા નાઇટ રાઇડર્સ અને બેગ્લોર આર.સી.બી વચ્ચે ચાલતી ક્રીકેટ મેચનો રન ફેરનો રૂા.2 હજારનો સોદો કરેલ હોવાનુ જોવા મળતાં આઈડી બાબતે તેની પૂછપરછ કરતાં ડાયમન્ડ એક્સચેન્જ નામની આઇડી રૂપેશ કારીયા નામના શખ્સ પાસેથી મેળવી હોવાની કબૂલાત આપી હતી. ક્રિકેટ સટ્ટો રમતાં નૈમિશ પાસેથી બે મોબાઈલ કબ્જે કરી આઈડી આપનાર રૂપેશ કારીયાની શોધખોળ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ એકચેન્જ નામની આઈડી વિદેશમાંથી બેસી ક્રિકેટ સટ્ટો ચલાવતો હોવાની ચર્ચાઈ રહ્યું છે. જો આર્થિક ગુન્હા નિવારણ ટીમ મૂળિયા સુધી તપાસ કરશે તો મોટા ગજાના બુકીના નામ ખુલવાની પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.